[ad_1]

– રાજુલા તાલુકાના માંડણ ગામના યુવક સામે ગુનો દાખલ
જૂનાગઢ, તા.૩
ભેસાણ પંથકની એક તરૂણીનું રાજુલા તાલુકાના માંડણ ગામના યુવકે અપહરણ કરી તેણી પર દુષ્કર્મ ગુજાર્યાની ફરિયાદ થતા ભેસાણ પોલીસે યુવક સામે ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
આ અંગેની વધુ વિગત મુજબ ભેસાણ તાલુકાના એક ગામમાં થોડા સમય પહેલા રાજુલા તાલુકાના માંડણ ગામનો નિલેશ દેવરાજ ડાભી મકાનનું કામ કરવા આવતો હતો.ત્યારે તેણે તરૂણીને પ્રેમજાળમાં ફસાવી હતી.અને તેણીને લગ્નની લાલચ આપી હતી.અને તા.૧૭ ફેબ્રુ. ના અપહરણ કરી લઈ ગયો હતો.બાદમાં તરૂણી પર દુષ્કર્મ ગુજારી જાતીય સતામણી કરી હતી.તા.૧૭ ફેબ્રુ. થી ૨૬ ફેબ્રુ. દરમ્યાન બનેલી આ ઘટના અંગે તરૂણીની માતાએ ફરિયાદ કરતા ભેસાણ પોલોસે માંડણ ગામના નિલેશ દેવરાજ ડાભી સામે અપહરણ અને પોકસો કલમ હેઠળ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
[ad_2]
Source link






