અવધ માર્કેટમાં દુકાનની બારીનો કાચ તોડી રોકડા રૂ.2.21 લાખની ચોરી

On: March 2, 2022 10:46 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]


– દુકાનદારે વકરાના પૈસા કાઉન્ટર ટેબલના ઉપલા ખાનામાં મુક્યા હતા

– ખાનાની ચાવી તેમાંથી જ મળી આવી

સુરત, : સુરતના પુણા સરદાર માર્કેટની બાજુમાં આવેલા અવધ ટેક્ષટાઈલ માર્કેટમાં આવેલી કાપડ વેપારીની દુકાનની પાછળની બારીનો કાચ તોડી ચોર કાઉન્ટર ટેબલના ઉપલા ખાનામાં દુકાનદારે મુકેલા વકરાના રૂ.2.21 લાખ ચોરી ફરાર થઈ ગયો હતો.

રાજસ્થાનના વતની અને સુરતમાં ગોડાદરા વિનાયકા હાઈટસ એફ/404 માં રહેતા 38 વર્ષીય શંકરભાઇ બુધ્ધમલ સૈની નાના ભાઈ સુનીલ સાથે પુણા સરદાર માર્કેટની બાજુમાં આવેલા અવધ ટેક્ષટાઈલ માર્કેટની દુકાન નં.2037,2038 માં કાપડનો વેપાર કરે છે. ગત સવારે 10 વાગ્યે બંને ભાઈ માર્કેટની નીચે પહોંચ્યા તે સમયે જ તેમની દુકાનના માલિકનો ફોન આવ્યો હતો કે તમારી દુકાનની પાછળની બારીનો કાચ તૂટેલો છે.

આથી બંને ભાઈ ઉપર દોડી ગયા હતા અને દુકાનનું તાળું ખોલી અંદર જોયું તો પાછળની બારીનો કાચ તૂટેલો હતો અને કાઉન્ટરના બધા ખાના ખુલ્લા હતા.શંકરભાઈએ સોમવારે રાત્રે વકરાના રૂ.2,20,700 કાઉન્ટરના ઉપલા ખાનામાં મુક્યા હતા તે નજરે નહીં ચઢતા અને ખાનાની ચાવી પણ ખાનામાંથી જ મળતા ચોરી થયાની જાણ થઈ હતી. બનાવ અંગે શંકરભાઈએ બાદમાં પુણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!