સુરત: પાલિકાની સ્કૂલમાં વિદ્યાર્થીનીઓને સામાજિક સંસ્થાની મદદથી ગુડ ટચ બેડ ટચની સમજ અપાઈ

On: March 2, 2022 1:36 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]


– ગુડ ટચ બેડ ટચના શિક્ષણના કારણે ભૂતકાળમાં કેટલાક કિસ્સા પ્રકાશમાં આવ્યા છે

– શહેરની ભટારની સ્કૂલ ઉપરાંત કતારગામની સ્કૂલમાં પણ વિદ્યાર્થીઓને પોલીસ, એન.જી.ઓ., અને શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને બેડ ટચ કોને કહેવાય તે સમજાવ્યું

પ્રતિનિધિ દ્વારા, સુરત, બુધવાર

સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સ્કૂલમાં છેલ્લા ઘણા વખતથી સામાજિક સંસ્થાઓ દ્વારા ગુડ ટચ બેડ ટચ નું શિક્ષણ આપવામા આવે છે તેના ઘણા ફાયદા પણ થાય છે. આ પ્રકારના શિક્ષણના કારણે અત્યાર સુધીમાં બાળકો પર થતા અત્યાચારના કેટલાક કિસ્સાઓ પણ બહાર આવી ચુક્યા છે. 

કોરોના પહેલાં ઉગતની એક શાળામાં ગુડ ટચ બેડ ટચ નું શિક્ષણ આપવામાં આવતું હતું  ત્યારે એક વિદ્યાર્થીનીએ ઉભા થઈને શિક્ષિકાને કહ્યું હતું, આવું તો મારા પિતા ઘણી વાર કરે છે. શિક્ષિકાએ બાળકીની આ વાતને ગંભીરતાથી લઈને સામાજિક સંસ્થાઓની મદદ લીધી હતી. ત્યાર બાદ નાની બાળકી સાથે તેનો પિતા હેવાનિયત કરી ર્યો હતો તે બહાર આવ્યું હતું અને પોલીસ કેસ પણ કરવામા આવ્યો હતો. આવી જ રીતે કતારગામ વિસ્તારમાં રસ્તા પર ચાલતી સ્કુલ ની બાળકીની એક વિકૃત્ત દ્વારા છેડતી કરવામાં આવી હતી ત્યારે ગુડ ટચ બેડ ટચ નું શિક્ષણ મેળવેલી બે વિદ્યાર્થીનીએ સ્કુલ અને ટ્યુશન ક્લાસીસમાં ફરિયાદ કરી હતી. આ ફરિયાદ બાદ સીસી ટીવી કેમેરાની મદદથી વિકૃત્તને ઝડપી જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યો હતો. સમિતિ ની સ્કૂલ માં ગરીબ વિદ્યાર્થીનીઓને આ પ્રકારનું મળતું શિક્ષણ તેમને શારીરિક યાતના સામે લડવાની તાકાત આપે છે તેથી તે આ પ્રકારનું શિક્ષણ દરેક સ્કૂલમાં શરૂ થાય તેની માગણી વધી રહી છે. 

સુરતમાં ગ્રીષ્મા હત્યાકાંડ બાદ પાલિકાની શાળા સહિત અન્ય શાળાઓમાં સેલ્ફ ડિફેન્સના પાઠ શરૂ કરવામાં આવ્યા છે તેની સાથે જ છેલ્લા એક સપ્તાહથી સુરત મ્યુનિ.ની શાળાઓમાં વિદ્યાર્થીનીઓને ગુડ ટચ બેડ ટચ નુ શિક્ષણ આપવાનું શરૂ કરવામાં આવ્યું છે. નાની બાળકીઓને આ પ્રકારની માહિતી આપવામાં આવતા  વિદ્યાર્થીઓમાં જાગૃતિ આવી રહી છે આ જાગૃતિ તેમને શારીરિક શોષણ થી બચવા સામે મદદરૂપ બની શકે શકે તેમ છે.

સુરત સહિત ગુજરાતમાં છેલ્લા કેટલાક વખતથી બાળકીઓ પર થતા અત્યાચારના કિસ્સા બહાર આવી રહ્યાં છે તેનું કારણ  પાલિકા સહિતની સ્કૂલમાં સમાજ સેવા સંસ્થા દ્વારા પોલીસ અને શિક્ષકોને સાથે રાખીને વિદ્યાર્થીઓને ગુડ ટચ બેડ ટચ નું શિક્ષણ આપવામા આવી રહ્યું છે તે છે. જોકે, કોરોનાના કારણે બંધ થઈ ગયેલું ગુડ ટચ., બેડ ટચનું આ શિક્ષણ ફરીથી શરૂ કરવામાં આવ્યું છે.

અઠવા ઝોન વિસ્તારના કોર્પોરેટર કૈલાસ સોલંકીએ તેમના અલથાણ વિસ્તારની શાળામાં વન સ્ટેપ નામની સામાજિક સંસ્થા અને ખટોદરા પોલીસ સ્ટેશનના મહિલા પીએસઆઈની મદદથી ગુડ ટચ બેડ ટચ નું શિક્ષણ આપવાની કામગીરી કરી હતી. અનેક સંસ્થાઓ સાથે વિદ્યાર્થીનીઓને શિક્ષણ આપતા વિજય ગોહિલ કહે છે, આ ઉંમર ની બાળકીઓ પર સ્કૂલ કે ઘરની આસપાસ શારીરિક શોષણ થાય તો તેઓ ડરના કારણે બોલતા નથી અને ગુનો કરનારાને પ્રોત્સાહન મળે છે. આ બાળકોને  સમજ પડે ત રીતે  માટે અમારી સંસ્થા દ્વારા સમજ આપવામાં આવે છે તેમાં સ્કુલ અને પોલીસ અધિકારીની ભૂમિકા પણ ઘણી જ મહત્વની હોય છે. સ્કુલના શિક્ષકો અને પોલીસ દ્વારા આપવામાં આવતી માહિતીના કારણે બાળકીઓ પોતાના પર  અત્યાચાર થાય તો તેને જાહેર કરવામાં મદદરૃપ થાય છે.

શાળાના આચાર્ય ભૂમિકા પટેલ કહે છે, આ સમયમાં  બાળકીઓ સાથે નાના બાળકોને પણ ગુડ ટચ બેડ ટચ નું શિક્ષણ આપવું ખૂબ જ જરૂરી બની ગયું છે. અમારી શાળામાં નગર સેવક, પોલીસ અને સંસ્થા દ્વારા જે શિક્ષણ આપવામાં  આવ્યું તેના કારણે અમારા શિક્ષકોને પણ પ્રેરણા મળી છે.  આગામી દિવસમાં શિક્ષકો દ્વારા પણ બાળકોને ગુડ ટચ બેડ ટચનું અંગે માહિતી આપવામાં આવશે. 

બે દિવસ પહેલાં ભટારની સ્કુલમાં ગુડ ટચ બેડ ટચનું શિક્ષણ આપ્યા બાદ આજે કતારગામ વિસ્તારમાં પાલિકાની બે સ્કૂલમાં શિક્ષણ આપવા માટેની કામગીરી એન.જી.ઓ. કરી રહી છે. પાલિકાની શાળામાં ગરીબ વિદ્યાર્થીનીઓ માટે આ પ્રકારનું શિક્ષણ આપવા માટે અનેક સંસ્થાઓ તૈયાર છે. પરંતુ સમિતિના કેટલાક અધિકારીઓના વર્તનના  કારણે ભૂતકાળમાં વિવાદ થતાં સંસ્થાઓ વિના મુલ્યે શિક્ષણ આપતી હતી તેઓ પણ દુર થઈ હતી. હવે કોરોના બાદ ફરીથી સંસ્થાઓ ગરીબ બાળકોને વિના મુલ્યે ગુડ ટચ બેડ ટચ નું શિક્ષણ આપવાની કામગીરી શરૃ કરી રહી છે ત્યારે સમિતિના અધિકારીઓ પોતાના અહમ બાજુએ રાખીને આ કામગીરીમાં સહયોગ આપે તે જરૂરી બની જાય છે. 



[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!