Breaking News
ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન – વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

રાજપૂત સમાજના રીક્ષાવાળા સાથે પેસેન્જર ભરવા બાબતે થયેલા ઝઘડાની અદાવતમાં રાજપૂત ટ્રાવેલ્સ સંચાલકની ઓફિસમાં ઘુસી રોકડા રૂ.13 હજારની લૂંટ કરી

On: March 2, 2022 6:33 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]


– તારા શેઠ ક્યાં છે કહી ગાળાગાળી કરી મહેતાજીને માર મારી રોકડ લૂંટી રીક્ષામાં બેસી ભાગતી વેળા ધમકી આપી-તારા શેઠને સમજાવી દેજે નહીં તો જાનથી મારી નાંખીશું

( પ્રતિનિધિ દ્વારા ) સુરત, બુધવાર

રાજપૂત સમાજના રીક્ષાવાળા સાથે પેસેન્જર ભરવા બાબતે થયેલા ઝઘડાની અદાવતમાં બધેલ સમાજના ચાર રીક્ષાચાલકે સુરતના કાપોદ્રા નાના વરાછા પાસે સૌરાષ્ટ્રનગર સોસાયટીના નાકે આવેલી રાજપૂત સમાજના વૃદ્ધની ટ્રાવેલ્સની ઓફિસમાં ગત બપોરે ઘુસી રોકડા રૂ.13 હજારની લૂંટ કરી હતી.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ મધ્યપ્રદેશના વતની અને સુરતના કાપોદ્રા નાના વરાછા ઢાળ પાસે નવદુર્ગા સોસાયટી ઘર નં.6 માં રહેતા 59 વર્ષીય હવલદરસીંગ શેરસીંગ રાજપુત કાપોદ્રા નાના વરાછા પાસે સૌરાષ્ટ્રનગર સોસાયટીના નાકે સીંગ ટ્રાવેલ્સના નામે ઓફિસ ધરાવે છે. તેમની ઓફિસમાં રોજીંદા કામ માટે રાજવીર દિનાનાથસીંગ રાજપૂત નોકરી કરે છે. રાજવીર ગત બપોરે દોઢ વાગ્યે ઓફિસે હાજર હતા ત્યારે ચાર રીક્ષામાં આશારામ બઘેલ, રામલખન, તેનો ભાઇ અને ઉદલ બઘેલ ત્યાં આવ્યા હતા. ચારેયે તારા શેઠ ક્યાં છે કહી ગાળાગાળી કરી મહેતાજી રાજવીરને માર મારી ટેબલના ડ્રોઅરમાં રાખેલા બુકીંગના રોકડા રૂ.12 થી 13 હજાર લૂંટી લીધા હતા અને તારા શેઠને સમજાવી દેજે નહીં તો જાનથી મારી નાંખીશું તેવી ધમકી આપી રીક્ષામાં બેસી ભાગી ગયા હતા.

વતનના બધેલ સમાજના ચારેય સાથે રાજપૂત સમાજના હવલદરસીંગના સમાજના રીક્ષાવાળાઓનો સુરત રેલવે સ્ટેશન પાસે પેસેન્જર ભરવા બાબતે ઝઘડો થયો હતો. તેની અદાવતમાં ગતરોજ ચારેયે લૂંટ કરી હોવાની ફરિયાદ હવલદરસીંગે મોડીસાંજે કાપોદ્રા પોલીસ મથકમાં નોંધાવી હતી.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

વાપીમાં પાણીની પાઈપલાઈન તૂટતાં રસ્તા પર પાણી ભરાયું, વાહનચાલકો પરેશાન

ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન –

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

error: Content is protected !!