Breaking News
ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન – વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

વડોદરા: લીવાઈસ કંપનીના નામે ડુપ્લીકેટ માલ વેચતા બે ભેજાબાજની ધરપકડ

On: March 1, 2022 11:26 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

વડોદરા, તા. 01 માર્ચ

વડોદરા શહેરના એરપોર્ટ સર્કલ નજીક આવેલા મિલન પાર્ટીપ્લોટની પાસે બ્રાન્ડેડ કંપનીના નામે ગ્રાહકોને ડુપ્લીકેટ મટિરિયલ પધરાવતા સંચાલક સહિત બે ભેજાબાજોની પોલીસે ધરપકડ કરી 5.74 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

મુંબઈ સ્થિત નેત્રીકા કન્સલ્ટિંગ પ્રાઇવેટ લિમિટેડ કંપની ટ્રેડમાર્કના હકકોના રક્ષણનું કામ કરે છે. આ કંપનીને વડોદરાના એરપોર્ટ સર્કલ પાસે મિલન પાર્ટી પ્લોટની બાજુમાં લીવાઇસ કંપનીનાના કોપીરાઇટનો ભંગ થતો હોવાની ફરિયાદ મળી હતી. જેના આધારે કંપનીની ટીમે હરણી પોલીસને સાથે રાખી માહિતી વાળા સ્થળે દરોડો પાડ્યો હતો. પોલીસે કાઉન્ટર ઉપર હાજર મેનેજર મિલન મહેન્દ્રભાઈ વૈદ્ય ( રહે – મિલન પાર્ટી પ્લોટ, મૂળ રહે – મુંબઈ ) અને સંચાલક હર્ષલ બીપીનભાઈ આસર ( રહે – મિલન પાર્ટી પ્લોટ, મૂળ રહે- જામનગર ) ને ઝડપી પાડી તપાસ આરંભી હતી. 

આ દરમિયાન લીવાઇસ કંપનીના 15 નંગ જેકેટ, 60 નંગ કોટન જીન્સ, 285 નંગ જીન્સ પેન્ટ, 16 નંગ શર્ટ, 262 નંગ શુઝ અને 27 નંગ સ્લીપર મળી આવ્યા હતા. સંચાલક પાસે લીવાઇસ કંપનીની પ્રોડક્ટ વેચવા બદલ કોઈ પુરાવો મળી ન આવતા પોલીસે કુલ 05,74,300 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આમ, આરોપીઓએ ગ્રાહકોને બ્રાન્ડેડ મટીરીયલના નામે ડુપ્લીકેટ મટીરીયલ પધરાવી છેતરપિંડી સાથે કોપીરાઇટના નિયમોનું ઉલ્લંઘન કર્યું હતું. આરોપીઓએ અગાઉ આ પ્રકારે ગુનો આચર્યો છે કે કેમ? તેમજ આ ગુનામાં અન્ય કોઈ શખ્સની સંડોવણી છે કે કેમ? તે દિશામાં વધુ તપાસ અર્થે પોલીસે રિમાન્ડની તજવીજ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન –

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

error: Content is protected !!