Breaking News
ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન – વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

પેપરો લીક થતા હવેથી પરીક્ષાઓમાં ખાનગી પ્રકાશનો પાસે નહીં છપાવાય

On: February 28, 2022 6:11 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]


તમામ ડીઈઓને પરિપત્ર દ્વારા સ્કૂલ કક્ષાએ પેપર તૈયાર કરાવવા આદેશ

ધો.10-12ની સ્કૂલની પરીક્ષાનાં પેપરો નવનીત પાસે તૈયાર કરાયા બાદ સોશિયલ મિડિયામાં લીક થયા હતા 

અમદાવાદ : તાજેતરમાં ધો.10 અને 12ની દ્રિતિય સત્રની પરીક્ષામાં કેટલાક પેપરો પરીક્ષાના બે દિવસ પહેલા જ યુટયુબ પર જવાબો સાથે ફરતા થઈ જતા ભારે વિવાદ થયો હતો અને બોર્ડે કરેલા તપાસના આદેશને પગલે સાઈબર ક્રાઈમ સુધી તપાસ પહોચી હતી.

કેટલીક સ્કૂલો દ્વારા એસવીએસના માધ્યમથી નવનીત પ્રકાશન પાસે પેપરો તૈયાર કરાવ્યા હતા ત્યારે હવે ફરીથી આવી કોઈ ઘટના ન બને તે માટે બોર્ડે તમામ ડીઈઓને પરિપત્ર કરીને સ્કૂલ કક્ષાએ જ અથવા એસવીએસ કક્ષાએ જ પેપરો તૈયાર કરાવવા ખાસ આદેશ કર્યો છે. 

ગુરાત શિક્ષણ બોર્ડે તમામ રાજ્યના તમામ ડીઈઓને પરિપત્ર કરીને જણાવ્યુ છે કે પ્રથમ,દ્વિતિય કે એકમ કસોટીઓથી માંડી બોર્ડના કે બોર્ડના નામે ફેક પ્રશ્નપત્રો અને અન્ય ખાનગી પ્રકાશનો દ્વારા પ્રકાશિત પ્રશ્નપત્રોના સોલ્યુશન નિયમ તારીખ પહેલા સોશિયલ મીડિયા-યુ ટયુબ પર વાઈરલ થવાનું વારંવાર ધ્યાને આવ્યુ છે.

જેથી હવે તમામ એકમ કસોટીઓ અને ધો.9 તથા 11ની વાર્ષિક પરીક્ષાના ગુણવત્તા યુક્ત પ્રશ્નપત્રો નિર્માણ કરવા માટે ખાસ સ્કૂલોને જણાવવામા આવ છે. હવેથી પ્રશ્નપત્રો સ્કૂલ કક્ષાએ કે ક્વોલિટી ડેવલપમેન્ટ સેન્ટર કક્ષાએ કે શાળા વિકાસ સંકુલ કક્ષાએ જ તૈયાર કરવામા આવે.  

ગુજરાત બોર્ડના વિનિયમો મુજબ સરકારી,ગ્રાન્ટેડ કે ખાનગી સ્કલોમાં યોગ્ય શૈક્ષણિક લાયકાતવાળા શિક્ષકોની ભરતી અંગે જોગવાઈ છે ત્યારે સ્કૂલોમાં અનુભવી શિક્ષકો સ્વયં પ્રશ્નપત્રોનું નિર્માણ કરે તે જરૂરી છે. શાળાઓ પોતાના શિક્ષકો દ્વારા જ તૈયાર કરાયેલા પ્રશ્નપત્રોથી પરીક્ષાઓનું આયોજન કરે. જેથી પ્રશ્નપત્રો લીક થવા કે ગોપનીયતા જોખમાવાના બનાવોને ટાળી શકાય.

મહત્વનુ છેકે તાજેતરમાં ધો.10 અને 12ની સ્કૂલોની દ્રિતિય સત્રની પરીક્ષામાં કેટલાક પેપરો પરીક્ષાના બે દિવસ પહેલા જ યુટયુબ પર જવાબો સાથે ફરતા થઈ ગયા હતા ત્યારે મોટો વિવાદ થયો હતો અને અમદાવાદ ડીઈઓ દ્વારા તપાસ કરવામા આવી હતી તેમજ સાઈબર ક્રાઈમમાં આ મુદ્દે ફરિયાદ પણ થઈ હતી. 

કેટલીક સ્કૂલો દ્વારા નવનીત પબ્લિકેશન્સ દ્વારા તૈયાર કરાયેલા પેપરો જ બેઠા ઉઠાવીને પરીક્ષાઓ લઈ લેતી હોઈ બોર્ડે ખાસ તમામ ડીઓને પરિપત્ર કરીને હવેથી પરીક્ષાઓમાં સ્કૂલ કક્ષાએ પોતાના શિક્ષકો દ્વારા જ પરીક્ષાઓ લેવાય તેવી સૂચના આપી છે. આમ હવે ખાનગી પ્રકાશનોએ તૈયાર કરેલા પ્રશ્નપત્રો પર રોક લાગશે અને સ્કૂલો ખાનગી પ્રિન્ટિંગ પ્રેસ પેપરો પ્રિન્ટિંગ કરાવી શકશે પરંતુ ખાનગી પ્રકાશનોના પેપરોથી પરીક્ષા નહી લઈ શકે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન –

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

error: Content is protected !!