સચિન જીઆઇડીસીની કંપનીમાં : સહકર્મચારીએ મહિલાને પ્રેમજાળમાં ફસાવી લગ્નની લાલચે શરીર સંબંધ બાંધી તરછોડી

On: February 27, 2022 10:40 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

– લગ્નની વાત કરતા હિમાલય પરમાર ઉશકેરાઇને કહ્યું આપણા કોઇ સંબંધ નથી, તું દુર થઇ જા, નંબર બ્લોક કરી દીધોઃ નોકરીમાંથી પણ કઢાવી મુકી

સુરત
શહેરના ગોડાદરા વિસ્તારમાં રહેતી મહારાષ્ટ્રીયન મહિલાને પ્રેમજાળમાં ફસાવી લગ્નની લાલચ આપી અનેક વખત શરીરસંબંધ બાંધ્યા બાદ તરછોડી દેવા ઉપરાંત નોકરીમાંથી પણ કઢાવી મુકનાર સહકર્મી વિરૂધ્ધ ગોડોદરા પોલીસમાં દુષ્કર્મની ફરીયાદ નોંધાય છે. પોલીસે સહકર્મીની અટકાયત કરી પૂછપરછ હાથ ધરી છે.
શહેરના ગોડાદરા વિસ્તારમાં એકલી રહેતી સીમા (ઉ.વ.32 નામ બદલ્યું છે) સચિન જીઆઇડીસી વિસ્તારની મેડીકલ ઇક્વીપમેન્ટ બનાવતી કંપનીમાં નોકરી કરતી હતી ત્યારે તેનો કંપનીમાં એન્જિનિયર તરીકે નોકરી કરતા હિમાલય ચંદ્રકાંત પરમાર (ઉ.વ. 31 રહે. 425, મધુવન સોસાયટી, કરાડવા-ડીંડોલી રોડ) સાથે થયો હતો. હિમાલયે વ્હોટ્સએપ મેસેજ પર વાતચીતમાં તું મને બહુ ગમે છે, તારો સ્વભાવ બહુ સારો છે અને હું તારી સાથે લગ્ન કરવા માંગું છે એવું કહ્યું હતું. જો કે સીમાના વર્ષ 2007 માં લગ્ન થયા હતા પરંતુ સાસરીયાના ત્રાસથી માત્ર ત્રણ મહિનામાં જ છુટાછેડા થઇ ગયા હતા. સીમાએ આ બાબતથી હિમાલયને વાકેફ કર્યો હતો અને તેણે તારો ભૂતકાળ ભુલી જા એમ કહી માથામાં સિંદૂર પૂરી અને મંગળસૂત્ર પહેરાવી દીધું હતું.

ત્યાર બાદ હિમાલય નિયમીત પણે સીમાના ઘરે આવતો હતો અને બંને વચ્ચે અનેક વખત શરીરસંબંધ બંધાયો હતો. પાંચેક મહિના બાદ સીમાએ લગ્ન કરવાનું કહેતા હિમાલય ઉશકેરાય ગયો હતો અને આપણા કોઇ પ્રકારના સંબંધો નથી, તું મારાથી દુર થઇ જા, તારે અને મારે કોઇ જાતની લેવડ-દેવડ કે સંબંધ નથી એમ કહી સીમાનો મોબાઇલ નંબર બ્લોક કરી દીધો હતો. ઉપરાંત સીમાને નોકરીમાંથી કાઢી મુકાવી હતી. આ પ્રકરણમાં ગોડાદરાના પીએસઆઇ જે.જી. પરમારે હિમાલયની અટકાયત કરી પૂછપરછ હાથ ધરી છે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!