Breaking News
વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ. કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

અમદાવાદ: રિક્ષાચાલકના પુત્રને NDAમાં પ્રવેશ મળ્યો

On: February 27, 2022 6:24 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

અમદાવાદ, તા. 27 ફેબ્રુઆરી 2022 રવિવાર

અમદાવાદના બાપુનગર વિસ્તારમાં રહેતો હેમલ શ્રીમાળી જ્યારે શાળામાં અભ્યાસ કરી રહ્યો હતો ત્યારે શહીદ મેજર રિષિકેશ રામાણીના પિતા વલ્લભ રામાણીના હાથે શૈક્ષણિક શ્રેષ્ઠતા બદલ પુરસ્કાર મળ્યુ હતું. તે સમયે વલ્લભ રામાણીએ હેમલને સૈનિક શાળા માટે પરીક્ષા આપવા માટે પ્રોત્સાહિત કર્યો હતો. વલ્લભ રામાણીની વાત માનીને હેમલે પરીક્ષા આપી અને ઉત્તીર્ણ થયો. વર્ષ 2021ના અંતમાં તેણે નેશનલ ડિફેન્સ એકેડેમીની પરીક્ષા પણ પાસ કરી હતી. તાજેતરમાં જ તેને મહારાષ્ટ્રના પુના શહેરની પાસે આવેલા ખડકવાસલા ખાતે એનડીએમાં પ્રવેશ મળ્યો છે.

હેમલના પિતા મુકેશ શહેરમાં રિક્ષા ચલાવે છે. તેમને પોતાના દીકરા પર ગર્વ છે. તેઓ કહે છે કે, હેમલ પરિવારનો પહેલો એવો સભ્ય છે જે યુનિફોર્મ પહેરશે. મુકેશ શ્રીમાળી જણાવે છે કે, મારા સસરા રાજ્ય પોલીસમાં કાર્યરત હતા અને હું પણ હોમગાર્ડમાં સ્વૈચ્છિક કામ કરતો હતો. પરંતુ મારી પત્ની જે શહીદોની વાતો હેમલને કહેતી હતી તેનાથી તે ઘણો પ્રેરિત થયો છે. તે જ્યારે બાળમંદિરમાં હતો અને પૂછવામાં આવ્યુ હતું કે મોટો થઈને તે શું બનવા માગીશ તો તેણે ત્યાં સૈનિક લખ્યુ હતું. હવે જ્યારે તેણે એનડીએમાં પ્રવેશ મેળવ્યો છે તે અમારા માટે ઘણી ભાવનાત્મક વાત છે. આખરે તેનું બાળપણનું સપનું સાકાર થયું છે.

વલ્લભ રામાણી જણાવે છે કે, હેમલ એક હોશિયાર વિદ્યાર્થી છે. જ્યારે તે નાનો હતો ત્યારે અમે શાળામાં સારું પ્રદર્શન કરવા બદલ વિદ્યાર્થીઓને પુરસ્કાર આપ્યા હતા, તેમાંથી એક હતો. તે ઘણાં પ્રશ્નો પૂછતો હતો. સૈનિક શાળામાં પ્રવેશ મેળવ્યા પછી પણ તે સંપર્કમાં હતો અને અમારી ઓફિસની મુલાકાત લેતો રહેતો હતો. ઓફિસમાં અમે રિષિકેશનો યુનિફોર્મ અને અન્ય વસ્તુઓ સાચવીને રાખી છે. હેમલને કેપ્ટન નિલેશ સોની મેડલ ફોર બેસ્ટ એનડીએ કેડેટ 2021-22 પણ મળ્યો હતો.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

error: Content is protected !!