અમદાવાદઃ સાંતેજ વિસ્તારમાં આવેલી કેમીકલ કંપનીમાં આગ હોનારત, ફાયર રોબોટની મદદ લેવાઈ

On: February 27, 2022 6:02 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

અમદાવાદ, તા. 27 ફેબ્રુઆરી, 2022, રવિવાર

અમદાવાદના સાંતેજ વિસ્તારમાં આવેલી એક કેમીકલ ફેક્ટરીમાં ભારે મોટી આગ હોનારત સર્જાઈ હતી. રીંગ રોડને અડીને આવેલા આ ઈન્ડસ્ટ્રીયલ એરિયામાં મશીનો અને કેમીકલ્સની ફેક્ટરીઓ આવેલી છે. શનિવાર અને રવિવાર વચ્ચેની મોડી રાતે 01:20 કલાકની આસપાસના સમયે ફાયર વિભાગને કેમીકલ ફેક્ટરીમાં આગ લાગી હોવાનો કોલ મળ્યો હતો. 

આગ હોનારતની ગંભીરતા સમજીને ફાયર વિભાગની 18 ગાડીઓને ઘટના સ્થળે મોકલવામાં આવી હતી અને ત્રણેક કલાકની જહેમત બાદ સવારે 04:00 વાગતામાં આગને કાબૂમાં લેવામાં આવી હતી. 

રઝી નોવા નામની કેમીકલ ફેક્ટરીમાં લાગેલી આગને કાબૂમાં લેવા માટે તેની હીટને ધ્યાનમાં રાખીને ફાયર રોબોટની પણ મદદ લેવાઈ હતી. હાઈ સ્પીડ રિમોટ ઓપરેટિંગ પંપ દ્વારા આગ પર સતત પાણીનો મારો ચલાવીને તેને કાબૂમાં લેવામાં આવી હતી. આગ હોનારતને પગલે ફાયર વિભાગે મેજર કોલ જાહેર કર્યો હતો અને સદનસીબે હજુ સુધી કોઈ જાનહાનિ નથી નોંધાઈ. 

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!