Breaking News
વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ. કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

મોડાસા માર્કેટયાર્ડમાં સેસ કૌભાંડનો આક્ષેપ વેપારીઓએ રજૂ કરેલા બિલમાં વિસંગતતા

On: February 27, 2022 12:34 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

મોડાસા,તા. 26

મોડાસા માર્કેટયાર્ડ ખાતે કેટલાક વેપારીઓ દ્વારા યાર્ડમાં
ફરજિયાત પણે ભરવી પડતી સેશની રકમથી બચવા કે ઓછી સેશ ભરવા ખોટા બીલ રજૂ કરાતાં
હોવાનો આક્ષેપ ઉઠયો હતો.ખેડૂત એકતા મંચ દ્વારા આ પ્રકરણે કેટલાક વેપારીઓ દ્વારા
ખેડૂતને અપાયેલ કાચા બીલ અને આજ વેપારીએ આજ ખેડૂતના યાર્ડમાં રજૂ કરેલા પાકા બીલની
રકમમાં મસમોટો તફાવત આવતો હોવાનો આક્ષેપ કરી આ સેશ કૌભાંડ પ્રકરણે તપાસની માંગ કરી
હતી.

મોડાસા માર્કેટયાર્ડમાં પણ રૃ.૧૦૦ ની ખરીદી ઉપર પરવાનેદાર
વેપારીઓ પાસેથી ૬૫ પૈસે લેખે સેશ અંકે કરાય છે. પરંતુ  સેશ પેટે યાર્ડમાં જમા કરાવવાી પડતી મોટી રકમથી
બચવા અને માર્કેટયાર્ડની આવકને ચૂનો લગાવવા યાર્ડના કેટલાક વેપારીઓ દ્વારા સેશ
કૌભાંડ આચરવામાં આવતું હોવાનો આક્ષેપ ખેડૂત એકતા મંચના અગ્રણી નિકુલ પટેલ અને
જિલ્લાના અગ્રણી રાહુલ ગામેતી દ્વારા કરાયો હતો.મોડાસા માર્કેટયાર્ડમાં આચરવામાં
આવેલા કરોડો રૃપિયાના સેશ કૌભાંડમાં યાર્ડના કર્મીઓ પણ સંડોવાયેલા હોવાનો આક્ષેપ
કરાયો હતો અને આ પ્રકરણે એસીબીમાં ફરીયાદ કરવાની ચીમકી ઉચ્ચારાતાં મોડાસા યાર્ડના
વહીવટદારોમાં દોડધામ મચી હતી.  યાર્ડના
કેટલાક વેપારીઓ દ્વારા ખેડૂતો પાસેથી ખરીદવામાં આવેલી જણસના ભાવ ખેડૂતને અપાયેલા
કાચાબીલ (ચીઠ્ઠીમાં)અને યાર્ડમાં વેપારીઓ દ્વારા રજૂ કરાતાં પાકા બીલમાં મોટો
તફાવત જણાતાં આવા કેટલાક પુરાવા પણ ખેડૂત એકતા મંચ દ્વારા ૧૦ થી ૧૫ બીલના રજૂ
કરાયા હતા.

કઈ રીતે કરાય છે સેશની ચોરી ?

મોડાસા યાર્ડના તમામ લાયસન્સ ધારક વેપારીઓને યાર્ડ દ્વારા
બીલ બુક અપાય છે. આ બીલ બુકની ત્રણ પ્રતમાંથી એક ખેડૂતને આપવાની હોય છે. એક
વેપારીએ પોતાની પાસે રાખી એક પ્રત યાર્ડમાં જમા કરવાની રહે છે. અને આ બીલમાં
જણાવેલ કુલ ખરીદ કિંમત મુજબ રૃ.૧૦૦ ની ખરીદીએ ૬૫ પૈસા લેખે સેશ યાર્ડમાં જમા
કરાવવાની રહેશે. પરંતુ ખેડૂત એકતા મંચ દ્વારા રજૂ કરાયેલ પુરાવાઓમાં ખેડૂતને
અપાયેલા કાચા બીલ એવી ચીઠ્ઠીમાં જણાવેલ ખરીદીની કુલ કિંમત કરતા વેપારી દ્વારા
યાર્ડ કચેરીએ જમા કરાવેલ રકમમાં મોટો તફાવત જણાઈ આવ્યો હોવાનો આક્ષેપ કરાયો હતો.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

error: Content is protected !!