[ad_1]
મહેસાણા,
રાધનપુર, તા. 25
રાજસ્થાનના બાડમેરથી વૈભવી
કારમાં મેકડ્રોન ડ્રગ્સનો જથ્થો મોરબી તરફ જવાનો હોવાની બાતમી આધારે પાટણ
જિલ્લાના સાંતલપુર નજીક ગુજરાત એટીએસ
સ્થાનિક પોલીસ સાથે વોચ ગોઠવી હતી અને વાહન ચેકિંગ હાથ ધરી હતી. તે સમયે આ રાડ
પરથી શંકાસ્પદકાર આવતા તેને રોકી અંદર
ચકાસણી કરતાં રૃપિયા ૨૦ લાખની કિંમતનો ૧૯૭ ગ્રામ વજનનો પ્રતિબંધિત મેકડ્રોન ડ્રગ્સનો જથ્થા મળી આવ્યો હતો.જેથી કારમાં સવાર બે શખસોની
પોલીસે અટકાયત કરીને તેમની સામે ગુનો દાખલ કર્યો હતો.
ગુજરાત એટીએસન બાતમી મળી હતી કે,કાળા કલરની ફોર્ડ
એન્ડેવર કારમાં મોટા પ્રમાણમાં પ્રતિબંધિત
મેકડ્રોન ડ્રગ્સનો જથ્થો લઈ રાજસ્થાનના બાડમેરથી સામખિયાળી કચ્છ તરફ જવાની છે.
જેથી એટીએસ, પાટણ એસઓજી તેમજ સાતલપુર પોલીસ દ્વારા વારાહી સાતલપુર હાઈવે
પર વોચ ગોઠવવામાં આવી હતી. ત્યારે મોડી રાત્રે
આ વૈભવી કાર વારાહી તરફથી આવતી
પોલીસે તેને ઉભી રાખવાની કોશિશ કરી હતી. પોલીસને જોઈને કાર ચાલકે કારને હાઈવેથી સવસ રોડ પર ઉતારી ને
ઉભી રાખી હતી અને કારમાંથી બે ઈસમોઅ
ભાગવાની કોશિશ કરી હતી. પરંતુ પોલીસ કર્મચારીઓએ આ ે બંને ઈસમોને ઝડપી પાડયા
હતા. ત્યારબાદ કારમાં તપાસ કરવામાં આવતા આગળના દરવાજા માં પાણીની બોટલ મૂકવાના
ખાનામાં થી ૧૯૭.૬૦૦ ગ્રામ મેકડ્રોન ડ્રગ્સનું પેકેટ મળી આવ્યું હતું.જેથી પોલીસે
નૂરખાન હોથીખાન સમેજા તથા કાયમખાન ઉર્ફે રઈશ ખાનમહમદ સમેજાને પકડી પૂછપરછ કરી હતી.
જેમાં ઝડપાયેલા આરોપીઓએ આ ડ્રગ્સનો જથ્થો
રાજસ્થાનના બાડમેર જિલ્લાના નાગાણા ગામના હમદમ મેહર નામના શખસે આપ્યો હતો અને આ
ડ્રગ્સનો જથ્થો મોરબીના સાજીદ બલોચ અને અસલમ તેમજ એક અજાણ્યા શખસ દ્વારા મંગાવવામાં આવ્યો હતો. મેકડ્રોન ડ્રગ્સ ,કાર
સહિત પોલીસે રૃપિયા ૩૪,૮૬૦૦૦ ના
મુદ્દામાલ કબજે કરીને વધુ તપાસ હાથ ધરી
હતી.સાથે ઝડપાયેલા નૂરખાન હોથીખાન સમેજા તથા કાયમખાન ઉર્ફે રઈશ ખાનમહમદ સમેજા, હમદમ મેહર તથા
મોરબીના સાજીદ બલોચ અને અસલમ સામે સાંતલપુર પોલીસ મથકે ગુનો નોંધી પાટણ એસ.ઓ.જી
દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી.
આરોપીઓએ ભાગવાની કોશિશ કરી હતી
સાતલપુર હાઈવે પર મોંઘીદાટ કારમાં મેકડ્રોન (સ્ઘ) ડ્રગ્સની હેરાફેરી કરતા પકડાયેલા
રાજસ્થાનના બે યુવકોએ પોલીસના સકંજામાંથી ભાગવાની કોશિશ કરી હતી જેમાં એક પોલીસ કર્મચારીને
ઈજા થવા પામી હતી છતાં પોલીસે બાહોશી પૂર્વક ડ્રગ્સની હેરાફેરી કરતા બંને આરોપીઓને
ઝડપી પાડયા હતા.
ડ્રગ્સ સાથે ઝડપાયેલા આરોપી
નૂરખાન હોથીખાન સમેજા
કાયમખાન ઉર્ફે રઈશ ખાનમહમદ સમેજા
[ad_2]
Source link






