[ad_1]
પાલનપુર,
તા.23
રશિયા અને યુક્રેન વચ્ચે તંગદિલી વધી રહી છે અને બોર્ડર પર
યુદ્ધ છેડાવાની ઘડીઓ ગણાઈ રહી છે. તે વચ્ચે યુક્રેનમાં અભ્યાસ કરતા ભારતીય
વિદ્યાર્થીઓ માદરે વતન પરત ફરી રહ્યા છે. બનાસકાંઠાના પાલનપુરનો એક વિદ્યાર્થી પણ
પોતાના વતન પહોંચતા પરિવારમાં આનંદની લાગણી છવાઈ છે.
યુક્રેનની ખારકી બોર્ડર પર રશિયાનું સૈન્ય ખડકાઈ ગયું છે
અને ગોળીબારમાં સૈનિકો શહીદ થઈ રહ્યા છે.આ યુદ્ધની પરિસ્થિતિને લઈ તંગદિલી વધતા
યુક્રેનમાં અભ્યાસ કરતા ભારતીય વિદ્યાર્થીઓ માદરે વતન ફરી રહ્યા છે. જોકે
યુક્રેનના ઓડિસમાં આવેલી એક યુનિવસટીમાં એમબીબીએસના પાંચમા વર્ષમાં અભ્યાસ કરતો
પાલનપુર નગરપાલિકાના કોર્પોરેટર વર્ષાબેન કદમભાઈ લાટીવાળાનો પુત્ર આર્યન (ઉવ.૨૧) એ
જણાવ્યું કે, યુક્રેન
અને રશિયા વચ્ચેના તણાવને લઈ વતનમાં રહેતાં માતા-પિતા સહિતનો પરિવાર ચિંતિત હતો.
ફોન પર ખબરઅંતર પુછતાં રહેતાં હતા. માવતર ચિંતા કરતાં હોઈ મારું પોતાનું મન પણ
કચવાતું હતુ. રોજબરોજની યુક્રેન અને રશિયા
વચ્ચેના યુધ્ધની કટોકટીભરી પરિસ્થિતિથી ચિંતિત મારો પરિવાર મને ભારત પરત આવી જવા
કહેતો હતો.
જો કે, પરત ફરવા
માટેની કોઈ જ સુવિધા નહીં હોવાથી વિમાની સેવા શરૃ થવાની રાહ જોતાં હતા. દરમિયાનમાં
વિમાની સેવા શરૃ થવાના પગલે ભારત સરકારે યુક્રેનમાં ફસાયેલાં વિદ્યાર્થીઓ સહિતના
લોકોને પરત લાવવા માટે વ્યવસ્થા કરવામાં આવી હતી. જેના પગલે આર્યન લાટીવાલા
આજે બુધવારે વહેલી
સવારે યુક્રેનથી વાયા શારજાહ થઈને અમદાવાદ
આવી પહોચતા લાટીવાલા પરિવાર પુત્રને લેવા અમદાવાદ એરપોર્ટ પહોંચ્યો
હતો.જ્યાંથી કાર મારફતે આર્યન પોતાના ઘરે
પહોંચતા ભાવવાહી દ્રશ્યો સર્જાયા હતા.જ્યાં પરિવાર દ્વારા હિન્દુ શાોક્ત
વિધિ અનુસાર પૂજા -અર્ચના કરી આર્યનને ગૃહપ્રવેશ કરાવવામાં આવ્યો. જોકે રશિયા અને
યુક્રેન વચ્ચેના તણાવને લઈ પરીવાર પોતાના પોતાના પુત્રને લઈ છેલ્લા કેટલાય દિવસોથી
ચિંતિત હતા.જ્યારે પુત્ર આર્યન હેમખેમ પરત ફરતા પરિવારે રાહત અનુભવી હતી.
ફ્લાઇટની ટીકીટ મોંઘી બની
યુક્રેનથી પરત
ફરેલા આર્યને જણાવ્યું હતુ કે,
યુક્રેનની ખારકી બોર્ડર પર રશિયાનું સૈન્ય ખડકાઈ ગયું છે અને ગોળીમારો થઇ
રહ્યો હોય ગમે ત્યારે યુદ્ધ થઇ શકે તેવી પરિસ્થિતિ સર્જાઈ છે.જોકે આ તંગદિલીને લઈ
યુક્રેનથી ભારત આવતા વિદ્યાર્થીઓની ફ્લાઇટ ટીકીટમાં વધારો થઇ ગયો છે.
અમે ખુબ જ ચિંતિત હતા ઃ માતા
યુક્રેનમાં એમબીબીએસના પાંચમા વર્ષમાં અભ્યાસ કરતા આર્યનની
માતા વર્ષાબેન લાટીવાલાએ જણાવ્યું હતું કે યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધના લીધે
યુક્રેનમાં અભ્યાસ કરતા અમારા પુત્રને લઈ ખૂબ ચિંતિત હતા પરંતુ અમને વિશ્વાસ હતો
કે અમારો પુત્ર ઘરે આવશે.
રોજ વીડિયો કોલિંગથી સમાચાર લેતા હતા: દાદી
યુક્રેનથી પરત ફરેલા
આર્યનના દાદી લતાબેન લાટીવાલાએ જણાવ્યું
હતુ કે જ્યારથી યુદ્ધનું સાંભળવા મળ્યું છે. ત્યારથી જ રાત્રે ઊંઘ નહોતી આવતી
આર્યનની ચિતાં થતા તેની સાથે અવાર નવાર વીડિયો કોલિંગથી વાત કરતી પરંતુ બાળક
ક્યારે પરત આવશે તેની ચિંતા રહેતી હતી.
[ad_2]
Source link






