મહેસાણા શહેરમાં અઢી વર્ષની માસુમ બાળાની હત્યા

On: February 24, 2022 3:50 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

મહેસાણા,તા.23

મહેસાણા શહેરના ગાંધીનગર લીંક રોડ પર ઝૂંપડામાં રહેતા
શ્રમજીવી પરિવારની માત્ર અઢી વર્ષની બાળકી રહસ્યમય સંજોગોમાં ગુમ થઈ ગયા બાદ તેની
લાશ મળી આવતાં ચકચાર ફેલાઈ હતી. ઝુંપડાઓથી થોડેક દૂર આવેલા એક ખેતરમાં બાળકીને લઈ
જઈને અજાણ્યા શખસે દુપટ્ટાથી તેનું ગળુ દબાવીને હત્યા કરી નાંખી હોવાનું પોલીસ અને
એફએસએલની તપાસ બાદ પ્રાથમિક તારણ સામે આવ્યું છે. ઘટનાની જાણ થતાં પોલીસ અધિક્ષક
સહિતનો પોલીસ કાફલો દોડી આવ્યો હતો અને તેની માતા સહિત આસપાસના મજુરોની પુછપરછ
કરીને આરોપીનું પગેરૃ મેળવવાનો ધમધમાટ શરૃ કર્યો છે.

મહેસાણાના ગાંધીનગર લીંક રોડ પર આવેલ ગોકુલધામ ફલેટની સામે
મજુરી કરીને પેટીયું રળતા કેટલાક મજુરો ઝુંપડા બાંધીને વસવાટ કરે છે.અહીં પોતાના
કાકા સાથે રહેતી રાધિકા સાંગડા નામની મહિલા પોતાની અઢી વર્ષની દિકરી સોનાક્ષીને લઈ
રોજિંદા ક્રમ મુજબ સુઈ રહી હતી. તે દરમિયાન મોટી રાતે ત્રણેક વાગ્યાના સુમારે
પોતાની પુત્રી ઝુંપડામાંથી ગુમ થઈ હોવાનું જાણતાં તેણે નજીકમાં રહેતા લોકોને
જગાડયા હતા અને આજુબાજુમાં શોધખોળ આરંભી હતી.જેમાં બુધવારે વહેલી સવારે બાળકીની
લાશ ઝુંપડાની બાજુમાં આવેલા એક ખેતરમાંથી મળી આવતાં લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા
હતા. જયારે આ ચોંકાવનારી ઘટનાની જાણ પોલીસને થતાં મહેસાણાના પોલીસ અધિક્ષક
પાર્થરાજસિંહ સોલંકી
, એલસીબી, એસઓજી સહિતનો
પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો.ડોગ સ્કવોર્ડ અને એફએસએલની ટીમોએ આરોપીનું
પગેરૃ મેળવા ઝીણવટભરી તપાસ શરૃ કરી હતી.આ ઘટનામાં પોલીસને બાળકીની માતા સામે
શંકાની સોય હોવાથી તેની અને આ સ્થળે રહેતા દરેક મજૂરની ઘન્નિષ્ઠ પુછપરછ આદરી
હતી.સુત્રોએ જણાવ્યા પ્રમાણે ભોગ બનેલી માસુમ બાળકીની માતા રાધિકાએ ભાગીને દાહોદના
યુવક સાથે લગ્ન કર્યા હતા.જયારે તેણી સાસરીમાંથી રીસાઈને તાજેતરમાં મહેસાણામાં
રહેતા કાકા સાથે પોતાની અઢી વર્ષની દિકરી સાથે રહેતી હતી અને મજુરી કરીને ગુજરાન
ચલાવતી હતી.આ ઘટનાને પગલે આસપાસના રહેણાંક વિસ્તારોમાં અરેરાટી ફેલાઈ જવા પામી
હતી.

પોલીસનો ટ્રેઈન ડોગ માતા પાસે અટકી ગયો

રાત્રીના સુમારે પોતાની માતાની સાથે સુઈ રહેલી અઢી વર્ષની
બાળા રહસ્યમય સંજોગામાં ગુમ થઈ અને તેની ગળે ટુંપો દીધેલી લાશ ખેતરમાંથી મળી આવતા
સર્વત્ર ફીટકારની લાગણી છવાઈ છે.ઘટનાસ્થળે ઝુંપડામાં રહેતા દરેક મજુર પરિવારના
લોકોને પોલીસે લાઈનમાં બેસાડી ડોગસ્કવોર્ડના ટ્રેઈન ડોગને ફરવતા તે શ્વાન બાળકીની
માતા પાસે આવીને ઉભો રહી જતાં તેની ઉપર આશંકા હોવાનું મનાય છે. પોલીસે રાધિકા સહિત
તમામ મજુરોની પુછપરછ કરી તાગ મેળવવાનો પ્રયાસ કર્યો હતો.

પોલીસ ટીમોએ પુછપરછ શરૃ કરી: પોલીસ અધિક્ષક

મહેસાણામાં માસુમ બાળકીની કરવામાં આવેલી હત્યા કરાતા
ઘટનાસ્થળે પહોંચેલા પોલીસ અધિક્ષક પાર્થરાજસિંહ ગોહીલે જણાવ્યું હતું કે
,હત્યા શા માટે થઈ
તેનું કારણ શોધવા પોલીસની ટીમોએ દરેક દિશામાં તપાસ આરંભી  આસપાસના લોકોની પુછપરછ શરૃ કરી છે. જયારે
એફએસએલની તપાસના પ્રાથમિક તારણમાં બાળકીને ગળે ટુંપા આપીને હત્યા કરવામાં આવી
હોવાનું જણાય છે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!