એક તરફી પ્રેમમાં વધુ એક પાગલ યુવાનની હરકત: તાંત્રિકની પુત્રીને ધમકી, તારી બહેન મારી સાથે વાત નહીં કરે તો તને અને ભાઇને મારી નાંખીશ

On: February 23, 2022 11:31 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

– માતાજીની સાલગીરીમાં આવનાર યુવાને તાંત્રિકની પુત્રી પર દાનત બગાડીઃ બિભત્સ ઇશારા અને પીછો કરી કનડગત કરી ચપ્પુ બતાવતો હતો
– સામાજીક આગેવાનોને બાંહેધરી આપ્યા બાદ પણ પીછો કરવાનું ચાલુ રાખ્યું, તરૂણીની નાની બહેનને રસ્તામાં આંતરી ધમકી આપી

સુરત
એક તરફી પ્રેમમાં સરાજાહેર ગ્રીષ્મ વેકરીયાની ગળું કાપી હત્યાના ઘેરા પ્રત્યાઘાત અંતર્ગત એક તરફી પ્રેમમાં પાગલ વધુ એક યુવાન હિંસક ઘટનાને અંજામ આપે તે પહેલા પોલીસે પાગલ પ્રેમીની અટકાયત કરી છે. પાલનપુર જકાતનાકા વિસ્તારમાં રહેતા તાંત્રિકની ધો. 11 માં અભ્યાસ કરતી પુત્રીનો પીછો કરી બિભત્સ ઇશારા કરી કનડગત કરવાની સાથે ચપ્પુ વડે હાથની નસ કાપવાનો અને તરૂણી તથા તેના ભાઇને મારી નાંખવાની ધમકી આપી હતી.
શહેરના પાલનપુર જકાતનાકા વિસ્તારમાં રહેતા આધેડ તાંત્રિક મનસુખ (નામ બદલ્યું છે) ના ઘરે માતાજીની સાલગીરીના દિવસે તેમના ભાણેજનો મિત્ર ધર્મેશ ઉર્ફે ધ્રૃપ રવજીભાઇ બોરીચા (ઉ.વ. 25 રહે. અમરોલી) આવ્યો હતો. જે અંતર્ગત તાંત્રિક મનસુખ અને ધર્મેશ વચ્ચે પરિચય થયો હતો અને સમયાંતરે ધર્મેશ મનસુખના ઘરે આવ-જા કરતો હતો. દરમિયાનમાં ધર્મેશને મનસુખની ધો. 11 માં અભ્યાસ કરતી મોટી પુત્રી અનીતા (ઉ.વ. 17 નામ બદલ્યું છે) પર દાનત બગાડી હતી અને તેનો પીછો કરવાનું શરૂ કર્યુ હતું. જેથી અનીતાએ આ અંગેની જાણ તેના પિતાને કરી દેતા મનસુખે સામાજીક આગેવાનોની મદદથી ધર્મેશને સમજાવ્યો હતો. જે તે વખતે ધર્મેશે બાંહેધરી આપી હતી કે હવેથી અનીતાનો પીછો કરશે નહીં. પરંતુ છેલ્લા કેટલાક દિવસથી ધર્મેશને પુનઃ અનીતાનો પીછો કરવાનું શરૂ કર્યુ હતું. અનીતાના ઘરની નજીક ઉભા રહી બિભત્સ ઇશારા કરી બોલાવવાનો અને પીછો કરી વાત કરવાનો પ્રયાસ કર્યો હતો. ઉપરાંત ચપ્પુ બતાવી પોતાના હાથમાં મારવાનો ઇશારો કરતા અનીતા ડરી ગઇ હતી.

બે દિવસ અગાઉ અનીતાની નાની બહેન ધ્વની (નામ બદલ્યું છે) રહેણાંક સોસાયટીના નાકા પર ગઇ હતી ત્યારે ધર્મેશે તેને અટકાવી ધમકી આપી હતી કે તારી બહેન અનીતાને જણાવજે કે મારી સાથે વાત કરે, જો તે મારી સાથે વાત નહીં કરે તો તને અને તારા ભાઇને જાનથી મારી નાંખીશ. જેથી ધ્વનીએ આ અંગેની જાણ માતા-પિતાને કરતા રાંદેર પોલીસમાં ફરીયાદ નોંધાવી હતી. પોલીસે ધર્મેશ વિરૂધ્ધ ગુનો નોંધી અટકાયત કરી છે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!