મહેસાણાની બ્લૂ ડાર્ટ કુરિયર કંપનીના ડ્રાઈવરની ધરપકડ

On: February 18, 2022 2:16 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

મહેસાણા,
તા.17

મહેસાણા શહેર સહિત રાજ્યભરમાં ચકચાર મચાવનાર સ્થાનિક માલ
ગોડાઉન પાસેની મેસર્સ બ્લૂ ડાર્ટ કુરિયરની ઓફિસમાં ત્રાટકેલા શખસો આઈઈએલટીએસ
પરીક્ષાના પેપરના ત્રણ થેલાંની લૂંટ ચલાવીને ફરાર થઈ ગયા હતા. જેની ફરિયાદના પગલે
લોકલ ક્રાઈમ બ્રાન્ચ સહિતના પોલીસ કાફલાએ આરોપીઓના સગડ મેળવવા માટે પંજાબના
ભટીન્ડા સુધી દોડ લગાવી હતી. જો કે
,
મુખ્ય આરોપીઓના કોઈ સગડ નહીં મળતાં પોલીસ કાફલો ખાલી હાથે પાછો ફર્યો હતો. જો
કે
, ગઈકાલે
એલસીબીએ બ્લૂ ડાટ કુરિયરની ગાડીના ડ્રાઈવરને ઝડપી લીધો હતો અને પોલીસની પૂછપરછમાં
આરોપી ડ્રાઈવર શખ્સે પંજાબના શખ્સને આઈઈએલટીએસના પેપરના થેલા અંગેની ટીપ આપી હતી.
તેના બદલામાં પરપ્રાંતીય શખ્સે આરોપી ડ્રાઈવરને રોકડ રૃ.૧૦ હજાર તથા બ્લૂટૂથ
આપ્યાં હોવાની કેફીયત આરોપીએ આપી હતી.

મહેસાણા પોલીસના ડીવાયએસપી દેસાઈએ સમગ્ર મામલે  જણાવ્યું કે, તાજેતરમાં શહેરના માલગોડાઉન વિસ્તારમાં મે.બ્લૂ ડાર્ટ
કુરિયર કંપનીની ઓફિસમાં ત્રાટકેલા અજાણ્યા શખ્સોએ કર્મચારીઓને માર મારી ઈજા
પહોંચાડી
, ઓફિસમાં  તોડફોડ કરી, કર્મચારીઓની મારપીટ કરી આઈઈએલટીએસ. પરીક્ષાના પેપર ભરેલાં
ત્રણ થેલાની લૂંટ ચલાવીને નાસી છુટયાં હતા. જેની તપાસ એલસીબી પીઆઈ.એ.એમ.વાળા
સહિતના માણસોએ હાથ ધરી કુરિયર કંપનીમાં ડ્રાઈવરની નોકરી કરતાં ચંદ્રશેખર રામરાવ
ગાયકવાડની અમદાવાદમાંથી ધરપકડ કરી તેનો કોરોના ટેસ્ટ કરાવી  નેગેટીવ રિપોર્ટ આવતાં તેની ધરપકડ કરી હતી.
પોલીસે આરોપીને કોર્ટમાં રજૂ કરતા અદાલતે આરોપીને જિલ્લા જેલમાં મોકલી આપવાનો હુકમ
કરતા પોલીસે આરોપીને મહેસાણા જિલ્લા સબજેલમાં મોકલી આપ્યો હતો. એલસીબીએ આરોપી  ડ્રાઈવર શખ્સના કબજામાંથી રોકડ
, બ્લૂ ટૂથ, ગાડી સહિતનો
મુદ્દામાલ કબજે લીધો હતો. જ્યારે આ ચકચારી લૂંટ પ્રકરણમાં નાસતાફરતાં મુખ્ય આરોપી
રાજવિંદ્રસિંઘ સવરમસિંઘ કલ્યાણ (રહે.મોરમંડી
,
જિ.ભટીન્ડા), રવનીતસિંઘ
દલજીતસિંઘ (રહે.રામપુરા
, જિ.ભટીંડા, પંજાબ) અને રીશી
કૈતાન ગુડ્ડી રજનીશકુમાર (રહે.મલૌટ
,
જી.મુક્તસર, ભટીંડા, જિ.પંજાબ) લૂંટના
ગુના બાદ ફરાર થઈ ગયા હતા. પોલીસે સીસીટીવી કેમેરા ફૂટેજ
, સર્વેલન્સ ટીમ, ટેકનીકલ સોર્સથી
તપાસ હાથ ધરી હતી. ઉક્ત તમામ આરોપીઓને પકડવા પોલીસ પંજાબ ખુંદી વળી હતી. જો કે
, પોલીસને કોઈ
સફળતા મળી ન હતી. પોલીસે કુરિયર કંપનીના ડ્રાઈવરની ધરપકડ કરી લૂંટના ગુનામાં
વપરાયેલી પંજાબ આરટીઓ પાસીંગની ગાડી કબજે લીધી હતી.

પોલીસને પંજાબના ભટીન્ડાનો ફેરો ફોગટ પડયો

કુરિયર કંપનીમાંથી આઈઈએલટીએસ પરીક્ષાના પેપર ભરેલા ત્રણ
થેલાની લૂંટ અને ઓફિસમાં તોડફોડ
,
કર્મીઓની મારપીટના ગુનામાં પંજાબના ત્રણ શખ્સના નામ ખુલ્યાં હતા. જેના મુખ્ય
આરોપી રાજવીન્દ્રસિંઘ કલ્યાણને પકડવા માટે સ્થાનિક બી ડિવિઝન પોલીસ પંજાબના
ભટીન્ડા દોડી ગઈ હતી. જો કે
,
આરોપીઓના કોઈ સગડ નહીં મળતા પોલીસ કાફલો લીલા તોરણે પાછો ફર્યો હતો.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!