આજે અમદાવાદ મ્યુનિ.ની બજેટ બેઠક કોવિડ પ્રોટોકોલ સાથે મળશે

On: February 17, 2022 11:22 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]


અમદાવાદ,ગુરુવાર,17
ફેબ્રુ,2022

માર્ચ-૨૦૨૦થી શરુ થયેલા કોરોના મહામારીના સમય બાદ પહેલી વખત
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને તેની સંલગ્ન સંસ્થાઓના વર્ષ-૨૦૨૨-૨૩ના રજુ
કરવામાં આવેલા બજેટને મંજુર કરવા બજેટ બેઠક મળશે.કોવિડ પ્રોટોકોલના અમલ વચ્ચે
યોજાનારી બેઠકમાં ભોજન સમારંભના બદલે કોર્પોરેટર-અધિકારીઓને નાસ્તામાં સીંગ-ચણાં
ઉપરાંત ચા કે કોફીની સાથે માત્ર બિસ્કીટ જ આપવાનો તંત્ર તરફથી નિર્ણય કરવામાં
આવ્યો છે.

મ્યુનિસિપલ કોર્પોરેશનના વર્ષ-૨૦૨૧-૨૨ માટેના મ્યુનિસિપલ
કોર્પોરેશન સ્ટેન્ડીંગ કમિટી તરફથી રજુ કરવામાં આવેલા બજેટ ઉપરાંત વી.એસ.હોસ્પિટલ
,મ્યુનિસિપલ સ્કૂલ
બોર્ડ તથા એમ.જે.લાયબ્રેરી અને એ.એમ.ટી.એસ.ના બજેટ ગત વર્ષે કોરોના મહામારીના
કારણે ઓનલાઈન બજેટ બેઠક બોલાવી તમામ બજેટ મંજુર કરવામાં આવ્યા હતા.

આ વર્ષે અમદાવાદ શહેરમાં કોરોનાના કેસ ઘટતા પહેલી વખત
મ્યુનિસિપલ કોર્પોરેશનના રજુ કરવામાં આવેલા તમામ બજેટ મંજુર કરવા પહેલી વખત
મ્યુનિસિપલ કોર્પોરેશનની દાણાપીઠ ખાતે આવેલી મુખ્ય કચેરી ખાતે એક દિવસ માટે  આજે ઓફ લાઈન બજેટ બેઠક બોલાવવામાં આવી છે. બજેટ
બેઠક અંગે મ્યુનિસિપલ સેક્રેટરી અરુણભાઈ પંડયાની મળેલી પ્રતિક્રીયા મુજબ
,બજેટ માટે
બોલાવવામાં આવેલી બેઠકમાં કોવિડ ગાઈડલાઈનનો ચુસ્ત અમલ કરાશે.જોકે બેઠકમાં સંખ્યાબળ
કેટલુ રાખવુ એ અંગે સરકાર તરફથી જારી કરવામાં આવનારી નવી ગાઈડલાઈનમાં વધુ મુકિત
અપાશે તો બેઠક એ મુજબ યોજવામાં આવશે.

મ્યુનિ.વિપક્ષનેતાએ ૩૦ વિભાગ માટે ૧૫૦૦થી વધુ બજેટલક્ષી
પ્રશ્નો પુછયા

મ્યુનિસિપલ કોંગ્રેસ પક્ષના નેતા પદે શહેજાદખાન પઠાણની
નિમણૂંક કરવામાં આવી છે.મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકના વી.એસ.હોસ્પિટલ ઉપરાંત
એમ.જે.લાયબ્રેરી
,સેન્ટ્રલ
ઓફિસ
,સોલિડ
વેસ્ટ મેનેજમેન્ટ ઉપરાંત સાબરમતી રીવરફ્રન્ટ સહિતના વિવિધ ત્રીસ જેટલા વિભાગ માટે
૧૫૦૦થી વધુ બજેટલક્ષી પ્રશ્નો દ્વારા સંકલન વિભાગમાં માહિતી માંગવામાં આવી છે.આ અગાઉ
કોંગ્રેસ તરફથી એકમાત્ર બદરુદ્દીન શેખ દ્વારા બજેટ બેઠકમાં બજેટલક્ષી ૧૨૦૦ પ્રશ્નો
પુછવામાં આવ્યા હતા.બજેટલક્ષી માહિતી માંગવાનો આ વિક્રમ હોવાનું જાણવા મળ્યુ છે.

ભાજપ-કોંગ્રેસના પચાસ ટકા કોર્પોરેટર બોર્ડ બેઠકમાં બેસશે

સરકાર તરફથી જાહેર કરવામાં આવેલી ગાઈડ લાઈનમાં જો કોઈ નવો ફેરફાર
નહીં થાય તો મ્યુનિ.બજેટ બેઠકમાં ભાજપ ઉપરાંત કોંગ્રેસ તથા એમ.આઈ.એમ.ના પચાસ ટકા કોર્પોરેટર
જ બજેટ બોર્ડ બેઠકમાં બેસી શકશે.ભાજપના ૧૫૦ કોર્પોરેટર પૈકી ૭૦
,કોંગ્રેસના ૨૪ કોર્પોરેટર
પૈકી ૧૨ અને એમ.આઈ
.એમ.ના સાત
કોર્પોરેટર પૈકી ત્રણ કોર્પોરેટર બેઠકમાં બેસશે.એક અપક્ષ કોર્પોરેટર છે.આ વ્યવસ્થામાં  સરકાર જો નવી ગાઈડલાઈનમાં વધુ મુકિત આપશે તો છેલ્લી
ઘડીએ ફેરફાર કરાશે એમ મ્યુનિ.સેક્રેટરીએ કહ્યુ છે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!