[ad_1]

જામનગર : જામનગર નજીક પતારીયાનેસ પાસેથી એસ.ઓ.જી.ની ટુકડીએ એક શખ્સ ને દેશી બનાવટ ની બંદૂક સાથે ઝડપી લીધો છે.
જામનગર તાલુકાના પતારીયાનેસ પાસેથી પસાર થઈ રહેલા એક શખ્સના કબ્જામાં ગેરકાયદે એક હથિયાર હોવા અંગે એસ.ઓ.જી. ની ટુકડી ને ચોક્કસ બાતમી મળી હતી, આથી પતાળીયા નેસ વિસ્તારમાં વોચ ગોઠવી હતી, અને બે ભાઈ ના ડૂંગર તરફ જવાના રસ્તે જઈ રહેલા જામનગરના રહેવાસી હુસેન ગુલમામદ શેખ નામના શખ્સને પોલીસે ઝડપી લીધો હતો, અને તેના કબ્જામાંથી દેશી બનાવટની બંદૂક કબ્જે કરી હતી, જેની સામે પોલીસે હથિયાર ધારા ભંગ અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
[ad_2]
Source link






