પંદર મીટર ઊંચાઈના મકાનોમાં ડબલ સીડી બનાવવી શક્ય નથી

On: February 15, 2022 5:36 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ,સોમવાર

પ્રોપર્ટી ડેવલપ કરવા માટેના જીડીસીઆરના માધ્યમથી નક્કી કરવામાં આવેલા નિયમો અને ફાયર સેફ્ટી માટેના નિયમોમાં જોવા મળતા તફાવતને પરિણામે પંદર મીટર સુધીની ઊંચાઈના મકાનોમાં ચઢવાઉતરવાની બે અલગ સીડી-પગથિયા બનાવવા આથક રીતે પરવડે તેવા જ નથી. કોઈ પણ બિલ્ડર કે ડેવલપર ૨૦૦૦ મીટર સુધીના પ્લોટમાં તો આ રીતે બે પગથિયા કે સીડી બનાવીને પ્રોજેક્ટ તૈયાર કરી શકે તેમ જ નથી. તેથી જીડીસીઆર મુજબ જ ડેવલપ કરાતી પ્રોપર્ટીમાં માજન, સ્ટેયરકેસ, રેમ્પ, બિલ્ડિંગની હાઈટ અને પેસેજ અંગેના નિયમો રાખવા જોઈએ. બિલ્ડિંગ યુઝની પરમિશન આપવા માટેના નિયમો પણ જીડીસીઆર પ્રમાણેના જ રાખવા જોઈએ તેવી માગણી ક્રેડાઈ ગાહેડ દ્વારા કરવામાં આવી છે.

પંદર મીટર સુધીની ઊંચાઈવાળા કોમશયલ કોમ્પ્લેક્સમાં કોચિંગ ક્લાસિસ અને હોસ્પિટલ ન જ થાય તેવો આગ્રહ રાખવામાં આવ્યો છે. આ બાબતમાં પણ જીડીસીઆરમાં કરવામાં આવેલી જોગવાઈ મુજબનો નિયમ કરવાની માગણી કરવામાં આવી છે. ફાયર એક્ટ અને જીડીસીઆર વચ્ચેની વિસંગતતા દૂર કરવાની માગણી પણ ક્રેડાઈ ગાહેડ અમદાવાદ દ્વારા કરવામાં આવી રહી છે. ૨૦૦૦ મીટર સુધીના પ્લોટમાં બે સીડી મૂકવા જાય તો ૫૦ વત્તા ૫૦ મીટરની જગ્યા વપરાઈ જાય છે. તેમ કરવાથી પ્રોજેક્ટ વાયેબલ(આથક રીતે પરવડે તેવો) રહેતો નથી. ૨૦૦૦ મીટરથી મોટા પ્લોટમાં જ તે શક્ય છે. ૨૦૦૦ મીટરથી નાના પ્લોટમાં તે શક્ય નથી. ગુજરાત સરકારના શહેરી વિકાસ વિભાગે ગુજરાત ફાયર પ્રીવેન્શન એન્ડ લાઈફ સેફ્ટી મેઝર્સ એક્ટ ૨૦૧૩ હેઠળ નવા સૂચિત ગુજરાત ફાયર પ્રીવેન્શન એન્ડ લાઈફ સેફ્ટી મેઝર્સ રેગ્યુલેશન તૈયાર કરવા માટે મંગાવેલા વાંધાસૂચનોના અનુસંધાનમાં પ્રસ્તુત રજૂઆત કરવામાં આવી છે.

બીજું, કોમશયલ બિલ્ડિંગ અંગેના નિયમો અને હોસ્પિટલ, બેન્ક્વેટ અને કોચિંગ ક્લાસ માટેના નિયમો એક સમાન ન હોવાથી કોમશયલ પ્રોપર્ટીઝ ડેવલપ કરવામાં અવરોધ આવી રહ્યો છે, એમ ક્રેડાઈ ગાહેડના પ્રમુખ તેજશ જોષીનું કહેવું છે. જીડીસીઆર પ્રમાણેના ધોરણો અને ફાયર સેફ્ટી અંગેના નિયમો પ્રમાણે અલગ અલગ ધોરણો નક્કી કરવામાં આવ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ વાંધા સૂચનો રજૂ કરતાં જણાવવામાં આવ્યું છે કે નોર્મલ કોમશયલ બિલ્ડિંગ માટે છ ફૂટનો પેસેજ હોવો જરૃરી છે, પરંતુ હોસ્પિટલ કરવા માટે આઠ ફૂટનો પેસેજ રાખવો જરૃરી છે. હોસ્પિટલ, બેન્ક્વેટ અને કોચિંગ ક્લાસ માટેના પેસેજ અંગેના પેરામીટર્સ અલગ અલગ રાખવામાં આવ્યા હોવાથી ડેવલપર્સને તકલીફ પડી રહી છે, કારણ કે કોમશયલ બિલ્ડિંગ બનાવનારને તેનો ખરીદનાર હોસ્પિટલવાળો હશે કે બેન્ક્વેટ કે કોચિંગ ક્લાસવાાળો હશે તે અંગે બાંધતી વખતે કોઈ સ્પષ્ટતા હોતી નથી. બેન્ક્વેટ પહેલા મજલા પર હોય અને બિલ્ડિંગના હાઈટ ૧૦ મીટર કરતાં ઓછી હોય તેવા બિલ્ડિંગમાં સ્ટેરકેસની જરૃરિયાત દર્શાવવામાં આવેલી છે. પરંતું જીડીસીઆર પ્રમાણે તે જરૃરી નથી. આ પ્રકારના પરસ્પર વિરોધી નિયમો દૂર કરવામાં આવે તે જરૃરી છે. પરિણામે ડેવલપમેન્ટ માટેના નિયમો ફાયર પોલીસી હેઠળ કે પછી જીડીસીઆર હેઠળ એક સમાન હોવા જરૃરી છે.

ત્રીસ મીટરથી વધુ ઊંચાઈની હોટલ અને ગેસ્ટ હાઉસ માટેના સાઈડ રોડ માજન ૭.૫ મીટરનો હોય તેવો આગ્રહ રાખવામાં આવ્યો છે. આ માગણી જીડીસીઆરમાં કરવામાં આવેલી જોગવાઈથી વિપરીત છે. આ જોગવાઈ સુધારીને જીડીસીઆર મુજબ રોડવિડ્થ કરવાની પણ માગણી કરવામાં આવી છે. વડોદરાના અમુક ઝોનમાં જીડીસીઆર મુજબ મહત્તમ ગ્રાઉન્ડ કવરેજ ૩૦ ટકા પરમિસિબલ છે. આ પ્રકારના કેસોમાં સ્ટેરકેસ-પગથિયાને લગતા નવા ધારાધોરણો લાગુ કરવામાં આવે તો મકાન બનાવવું શક્ય જ બનતું નથી.

આજે ફાયર એક્ટના ધોરણો મુજબ બાંધકામ ન કર્યો હોય તો એન.ઓ.સી. પણ મળતી નથી. ફાયરની સમસ્યા જૂના બિલ્ડિંગોમાં જ વધુ થઈ રહી હોવાનું જોવા મળે છે. બિલ્ડિંગ યુઝની પરમિશન ન ધરાવતા જૂના બિલ્ડિંગોમાં જ વધુ દુર્ઘટનાઓ બની રહી છે. નવી બનતી પ્રોપર્ટીમાં આ પ્રકારની દુર્ઘટનાઓ સામાન્ય રીતે બનતી જોવા મળતી નથી.

પ્રોપર્ટી ડેવલપર પાસે સેલ્ફ સટફિેકેશન માગવાનો આગ્રહ રાખવો જોઈએ નહિ. તેનું કારણ આપતા જણાવવામાં આવ્યું છે કે બિલ્ડિંગ પ્લાન લોકલ બોડી મંજૂર કરે છે. તેમ જ ફાયર ઓથોરિટી દ્વારા તમામ ધોરણોની ખરાઈ કરાયા પછી જ ફાયર એન.ઓ.સી. આપવામાં આવે છે. તેથી ડેવલપર પાસે સેલ્ફ સટફિકેશન કરાવવાની જરૃર જ નથી. ફાયર સેફ્ટી માટે કમાન્ડ  રૃમ કે સી.સી. ટી.વી. સહિતની વ્યવસ્થા કરવામાં અમને કોઈ જ વાંધો નથી. પરંતુ અલગથી સેલ્ફ સટફિકેશન કરાવવું અર્થહીન છે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!