સંપર્ક વિહોણા આપના કોર્પોરેટરને તાત્કાલિક સસ્પેન્ડ કરી દેવાયા

On: February 14, 2022 8:06 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]


– આપના કોર્પોરેટર કુંદન કોઠીયા પક્ષના શિસ્તનો ભંગ કરે છે તેમ કહી પક્ષે સસ્પેન્ડ કરી દીધા

પ્રતિનિધિ દ્વારા સુરત રવિવાર

સુરત મહાનગરપાલિકાના વિપક્ષના મહિલા કોર્પોરેટર સંપર્ક વિહોણા થતા મોડી રાતે પક્ષે તેમને સસ્પેન્ડ કરી દીધા છે. સસ્પેન્ડ કરવા સાથે તેમને શિસ્ત ભંગ કરાયો હોવાનુ કારણ આપવામાં આવ્યું છે.

સુરત પાલિકાના વિરોધ પક્ષ આમ આદમી પાર્ટીના મહિલા કોર્પોરેટર કુંદન કોઠીયા આજે સંપર્ક વિહોણા થતા આપની નેતાગીરીમાં દોડધામ થઇ ગઇ હતી. પાલિકાના વિપક્ષી નેતા ધર્મેશ ભંડેરીએ મોડી સાંજે મહિલા કોર્પોરેટરનો સંપર્ક ન હોવાનું કબૂલ્યું હતું. ત્યાર પછી મોડી રાત્રે આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખ મહેન્દ્ર નાવડિયાએ સોશિયલ મીડિયામાં કુંદન કોઠિયાને સસ્પેન્ડ કરતો લેટર મોકલ્યો છે. આ પત્રમાં જણાવાયું છે કે પક્ષ દ્વારા આપવામાં આવતી વારંવારની સુચનાને તેઓ અવગણી રહ્યા છે. આ ઉપરાંત વોર્ડના કાર્યકર અને લોકો સાથે યોગ્ય વર્તન કરતા નથી. આ અંગેની વારંવારની મૌખિક ચેતવણી છતાં પણ તેમના વર્તનમાં સુધારો આવ્યો નથી. પાર્ટી વિરોધી પ્રવૃતિ કરવા ઉપરાંત પાર્ટીના કાર્યકરોની વાતચીત રેકોર્ડ કરીને અન્ય કાર્યકરોને મોકલી સંગઠનમાં મતભેદ ઊભા કરવાનું કામ કરો છો. આ પ્રવૃત્તિને કારણે પાર્ટીની છબી ખરાબ થતી હોય તાત્કાલિક ધોરણે તેમને પક્ષમાંથી સસ્પેન્ડ કરવામાં આવે છે.

કુંદન કોઠીયા ભાજપમાં જોડાય તે પહેલાં જ આમ આદમી પાર્ટીએ સસ્પેન્ડ કરી દેતા ફરી એકવાર સુરતનું રાજકારણ ગરમાયું છે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!