[ad_1]

– તબીબીધર્મનું
ઉત્તમ ઉદાહરણ
– પૈસા
ખર્ચીને હોસ્પિટલ સુધી પહોંચતા દર્દીને તકલીફ ન પડે તે હેતુથી દાંત વિભાગનાં વડાએ 100 ઇન્જેક્શન તત્કાલ
મગાવ્યા
સુરત :
ડોક્ટરો
દર્દીની જિંદગી બચાવતા હોવાથી ડોક્ટરને
ભગવાનનું રૃપ ગણવામાં આવે છે. ત્યારે નવી સિવિલ હોસ્પિટલના ડોક્ટરે ગરીબ દર્દીઓને
તકલીફ ન પડે તે માટે પોતાના પૈસા ખર્ચ કરીને ઇન્જેક્શનો મંગાવી માનવતાનું ઉત્તમ
ઉદાહરણ પુરુ પાડયું છે.
નવી
સિવિલ હોસ્પિટલમાં દાંત વિભાગમાં રોજના 100 જેટલા ગરીબ અને મધ્યમ વર્ગના દર્દી સારવાર માટે આવે છે. જોકે દાંતની
સારવાર માટે અતિ ઉપયોગી એવા લોકલ એનેસ્થેસીયા આપવા માટેના સ્પેશ્યલ નીડલમાં 26 અને 27 ગેજ તથા દોઢ ઇંચના એકદમ પાતળા ઇન્જેક્શન
જે દર્દીને પેઢામાં આપવાથી સોય લાગવાનો
એહેસાસ પણ ન થાય તેવા ઇન્જેંકશન માટે દાંત વિભાગના ડોકટર દ્વારા સિવિલ તંત્ર પાસે
માંગણી કરાઇ હતી પણ તંત્ર દ્વારા ફાળવણી ન કરાતા આજે સવારે દાંત વિભાગમાં આ
ઇન્જેંકશન પૂર્ણ થઇ ગયા હતા. જયારે બીજી તરફ ત્યાં દર્દીઓનો ધસારો હતો. ગરીબ
દર્દીઓને તકલીફ નહી પડે તે માટે તરત દાંત
વિભાગના વડા ડો. ગુણવંત પરમારે પોતાના ખિસ્સા માંથી પૈસા ખર્ચ કરીને અંદાજીત 100 ઇન્જેકશનો મંગાવ્યા હતા. બાદમાં દાંત વિભાગના ડોકટર દ્વારા દર્દીઓની
સારવાર શરૃ કરાઇ હતી. સિવિલના અધિકારીએ
કહ્યુ કે આજે લોકલ ખરીદી કરીને ઇન્જેંકશન આપ્યા છે.બાકીનો જથ્થો આવતી કાલે આપવામાં
આવશે.
[ad_2]
Source link






