[ad_1]

– સ્કૂલે
પહોંચેલા વિદ્યાર્થીઓ ખુશખુશાલ,
ઢોલ-નગારા વગાડી સ્વાગત કરાયું વાલીઓની લેફ્ટરાઇટ શરૃ
સુરત
સુરત
શહેર અને જિલ્લાની 1200 થી વધુ સ્કુલોમાં આજથી શરૃ થયેલા ધોરણ 1 થી 9 ના ઓફલાઇન વર્ગોમાં પ્રથમ દિવસે જ 65 ટકા વિદ્યાર્થીઓની
હાજરી સાથે સ્કુલમાં શૈક્ષણિક કાર્ય ધમધમતુ થવાની સાથે વાલીઓની લેફટ રાઇટ શરૃ થઇ ગઇ
હતી. પ્રથમ દિવસે જ વિદ્યાર્થીઓ શાળાએ આવતા ખુશખુશાલ નજરે પડયા હતા.
કોરોનાની
ત્રીજી લહેરમાં ઓમિક્રોન વાયરસના ભયના કારણે રાજય સરકાર દ્વારા આઠમી જાન્યુઆરીથી
ધોરણ 1 થી 9 ના વર્ગો બંધ કરી દઇને ફકત 10 થી 12 ની શાળા જ ચાલુ રાખી હતી. ત્યારબાદ ધીરેધીરે કેસો ઘટતા જતા સ્કુલ
સંચાલકોમાંથી ફરીથી શૈક્ષણિક વર્ગો શરૃ કરવા માટે માંગ કરાઇ હતી. જેને લઇને રાજય
સરકારે આજથી વર્ગો શરૃ કરવાની મંજુરી આપી હતી. એક મહિના પછી ફરીથી ધોરણ 1 થી 9 ની સ્કુલ શરૃ થઇ હતી.
સુરત શહેર
અને જિલ્લાની પ્રાથમિક થી લઇને માધ્યમિક શાળામાં પ્રથમ દિવસે જ વિદ્યાર્થીઓની 65 ટકા હાજરી નોંધાઇ હતી.
પહેલા દિવસે શાળાએ આવતા વિદ્યાર્થીઓના ચહેરા પર અનેરુ સ્મિત જોવા મળ્યુ હતુ. તો વિદ્યાર્થીઓનું ઢોલ નગારાથી સ્વાગત કરવાની સાથે દરવાજા પર સ્કુલના
શિક્ષકો સેનેટાઇઝર, માસ્ક લઇને ઉભા રહ્યા હતા.
[ad_2]
Source link






