ભાવનગર ડીસ્ટ્રીકટ કો. ઓપરેટીવ બેંકની ચૂંટણી માટે 78 ઉમેદવારી ફોર્મ ભરાયા

On: February 7, 2022 9:23 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

– આગામી દિવસોમાં સહકારી સમીતીના 16 સભ્યની ચૂંટણી 

– છેલ્લા દિવસે ઉમેદવારી ફોર્મ ભરવા ઉમેદવારોનો ધસારો, ભાજપ, કોંગ્રેસ સહિત પક્ષના સભ્યોએ ફોર્મ ભર્યા 

ભાવનગર : ભાવનગર ડીસ્ટ્રીકટ કો. ઓપરેટીવ બેંક લી.ના નામે ઓળખાતી સહકારી સમીતીના સભ્યોની ચૂંટણી આગામી દિવસોમાં યોજાનાર છે. આ ચૂંટણી માટે આજે સોમવારે ઉમેદવારી પત્ર ભરવાનો છેલ્લો દિવસ હતો અને અંતિમ દિવસે ઉમેદવારી ફોર્મ ભરવા ઉમેદવારોનો ધસારો જોવા મળ્યો હતો. ભાજપ, કોંગ્રેસ વગેરે કેટલાક પક્ષના સભ્યોએ ઉમેદવારી ફોર્મ ભર્યા હતાં. 

સહકારી સમીતીના સભ્યોની મુદ્દત પૂર્ણ થતા ચૂંટણી યોજાતી હોય છે, જેના ભાગરૂપે ભાવનગર ડિસ્ટ્રીકટ કો. ઓપરેટીવ બેંક લી.ના ૧૬ સભ્યની ચૂંટણી આગામી તા. ર૮ ફેબુ્રઆરીના રોજ યોજાશે. સવારે ૧૦ થી સાંજના ૪ કલાક સુધી મતદાન કરી શકાશે. આ ચૂંટણી માટે ગત તા. ર૬ જાન્યુઆરીએ ઉમેદવારી પત્ર ભરવાનો પ્રારંભ થયો હતો અને આજે સોમવારે ઉમેદવારી પત્ર ભરવાનો અંતિમ દિવસ હતો. આજે અંતિમ દિવસે ઉમેદવારી પત્ર ભરવા માટે ઉમેદવારોનો ધસારો જોવા મળ્યો હતો તેથી ભાવનગર તાલુકા ગ્રામ્ય મામલતદાર કચેરીમાં મોડે સુધી કામગીરી ચાલી હતી. આ ચૂંટણી માટે કુલ ૭૮ ઉમેદવારી ફોર્મ ભરાયા હોવાનુ મામલતદાર કચેરીના સુત્રોએ જણાવેલ છે. આગામી તા. ૯ ફેબુ્રઆરીએ ઉમેદવારી પત્રોની ચકાસણી કરવામાં આવશે. આગામી તા. ૧૧ ફેબુ્રઆરીએ માન્ય ઉમેદવારીની યાદી પ્રસિધ્ધ કરવામાં આવશે. 

ભાવનગર ડીસ્ટ્રીકટ કો. ઓપરેટીવ બેંકની ચૂંટણી જીતવા ભાજપ, કોંગ્રેસના સભ્યો વચ્ચે ખરાખરીનો જંગ જામશે તેમ જણાય રહ્યુ છે. ઉમેદવારી ફોર્મની ચકાસણી બાદ કેટલા ઉમેદવારો ચૂંટણી મેદાન રહે છે ? તેની રાહ જોવાય રહી છે. ઉમેદવારોનુ ચિત્ર સ્પષ્ટ થયા બાદ ચૂંટણી પ્રચારનો ધમધમાટ શરૂ થશે. 

12 વર્ષથી ભાવનગર ડીસ્ટ્રીકટ કો. ઓપરેટીવ બેંકની ચૂંટણી થઈ નથી 

ભાવનગર ડીસ્ટ્રીકટ કો. ઓપરેટીવ બેંકની ચૂંટણી આશરે ૧૨ વર્ષથી થઈ નથી. આ બેંકમાં વર્ષોથી કોંગ્રેસનો દબદબો રહેલો છે અને છેલ્લા ૧૨ વર્ષથી કોંગ્રેસનુ જ શાસન છે. બેંકના સભ્યોની મુદ્દત પૂર્ણ થતા ચૂંટણી જાહેર કરવામાં આવતી હતી પરંતુ જુદા જુદા કારણોસર કોર્ટનો સ્ટે આવી જતા ચૂંટણી થતી ના હતી. ૧૨ વર્ષ બાદ ચૂંટણી થઈ રહી છે ત્યારે આ ચૂંટણી જીતવા ભાજપ, કોંગ્રેસ બંને પક્ષ એડીચોટીનુ જોર લગાવશે તેમ જણાય રહ્યુ છે. આ ચૂંટણીમાં કોનો વિજય થાય છે ? તેની રાહ જોવી જ રહી. 

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!