ગુજરાતઃ અમદાવાદની હવાની ગુણવત્તા અસહ્ય, દિલ્હી-મુંબઈ-પુણે કરતાં ખરાબ સ્થિતિ

On: February 5, 2022 6:35 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]


– હૃદય અને ફેફસાંની સમસ્યાથી પીડાતા લોકો, વૃદ્ધો અને બાળકોએ સખત પરિશ્રમથી બચવું જોઈએ

અમદાવાદ, તા. 05 ફેબ્રુઆરી, 2022, શનિવાર

અમદાવાદની હવાની ગુણવત્તા શુક્રવારે ખૂબ જ ખરાબ નોંધાઈ હતી અને આ સાથે જ શહેરે પ્રદૂષિત શહેરોની યાદીમાં દિલ્હીનું નંબર-1નું સ્થાન પણ પચાવી પાડ્યું હતું. અમદાવાદે દેશના 4 શહેરોનું મોનિટરિંગ કરતાં SAFAR (સિસ્ટમ ઓફ એર ક્વોલિટી એન્ડ વેધર ફોરકાસ્ટિંગ એન્ડ રિસર્ચ)ના અહેવાલમાં પ્રદૂષિતતાનો રેકોર્ડ તોડીને સૌથી ખરાબ હવાની ગુણવત્તા (AQI-એર ક્વોલિટી ઈન્ડેક્સ) નોંધાવી હતી. 

સવારના સમયે અમદાવાદનો એર ક્વોલિટી ઈન્ડેક્સ 311 µg/m3 અને સાંજે 7:00 કલાક આસપાસના સમયે તે વધીને 329 µg/m3 થયો હતો. પ્રદૂષણનું આ સ્તર જનસંખ્યા અને ખાસ કરીને સંવેદનશીલ જૂથ માટે ખૂબ જ જોખમી ગણાય છે. 

SAFARના અહેવાલ પ્રમાણે અમદાવાદ અને તેની આસપાસના 3 વિસ્તારો લેકાવાડા, રાયખડ અને બોપલનો એર ક્વોલિટી ઈન્ડેક્સ દેશમાં સૌથી ઉંચો રહ્યો હતો અને તેના પછીના ક્રમે મુંબઈના મઝગાંવ અને મલાડ રહ્યા હતા. 

વિશ્વનું સૌથી પ્રદૂષિત કેપિટલ શહેર ગણાતું દિલ્હી શુક્રવારે અમદાવાદ કરતાં ઘણી સારી સ્થિતિમાં હતું અને સવારે દિલ્હીની હવાની ગુણવત્તા 176 µg/m3 અને સાંજે 132 µg/m3 નોંધાઈ હતી. આંકડાઓ જોતાં અમદાવાદમાં આગામી 3 દિવસ પણ હવાની ગુણવત્તાની આ અસહ્યતામાં કોઈ રાહત નથી દેખાઈ રહી. જોકે દિલ્હી અને મુંબઈનો એર ક્વોલિટી ઈન્ડેક્સ સુધરવાની શક્યતા જણાઈ રહી છે. 

SAFAR દ્વારા આ સમયગાળા દરમિયાન લોકોને સખત પરિશ્રમ કરવાની ના પાડવામાં આવી છે. તે સિવાય હૃદય અને ફેફસાંની સમસ્યાથી પીડાતા લોકો, વૃદ્ધો અને બાળકોએ સખત પરિશ્રમથી બચવું જોઈએ. ઉપરાંત શ્વસનને લગતી સમસ્યા ધરાવતા લોકો માટે પણ ચિંતાજનક સ્થિતિ કહી શકાય. 

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!