સ્ટેટ વાળા આવે કે પોલીસવાળા કે પછી કલેક્ટર આવે દબાણો તોડી શકશે નહીં: વાઘોડિયા ધારાસભ્યનું ફરી વિવાદિત નિવેદન

On: February 5, 2022 1:44 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

વડોદરા, તા. 05

વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાના જરોદ ગ્રામ પંચાયતમા આવતા દબાણો નહિ તોડવાને લઈને ભાજપના ધારાસભ્ય મેદાને પડયા છે.

વાઘોડિયા વિઘાનસભાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવના આકરા તેવરમાં આવી ફરી વિવાદિત નિવેદન કર્યું છે.

જરોદ ગ્રામ પંચાયત ઘ્વારા ગેરકાયદેસર બાંઘકામ દુર કરવા વેપારીઓને નોટિસ આપી હતી તે અંગે વેપારીઓએ ધારાસભ્યોને રજૂઆત કરી હતી તે બાદ આજે સવારે ધારાસભ્યએ જરોદ ગામની મુલાકાત લીધી હતી જ્યાં તેમણે જણાવ્યું હતું કે, જે ધારેલા કામ કરે તેને ધારાસભ્ય કહેવાય. ધારાસભ્ય છું ત્યાં સુધી વેપારીઓના દબાણો તોડવા નહીં દઉં પરીઓની કહ્યું છે કે રસ્તો ખુલ્લો રાખજો.

વગર માસ્કે ભેગા થયેલા વેપારીઓને ખાત્રી આપતા મધુ શ્રીવાસ્તવે ફરી એકવાર દબંગાઈ બતાવી જણાવ્યું હતુ કે, સ્ટેટ વાળા આવે, તાલુકા વાળાઆવે કે પોલીસ ખાતા વાળા આવે મેં કહિ દિઘુ એટલે વાત પતી ગઈ કલેક્ટર આવે તો કલેક્ટરની પણ તાકાત નથી કે દબાણો તોડી શકે. વાઘોડિયામા જાહેર માર્ગપરના દબાણો દુર કરતા નાનો મોટો ધંધો કરતા 500 જેટલા લોકો બેરોજગાર બન્યા હતા.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!