[ad_1]

– ગિરનાર પર્વત પર 6.0 ડિગ્રી તાપમાન નોંધાયું
અમદાવાદ, તા. 04 ફેબ્રુઆરી, 2022, શુક્રવાર
ગુજરાતમાં ઠંડીના વધુ એક રાઉન્ડની અનુભૂતિ થઈ રહી છે અને રાજ્યના સરેરાશ લઘુતમ તાપમાનમાં 5 ડિગ્રી સુધીનો ઘટાડો નોંધાયો છે. ઉત્તર ભારતમાં ઉચ્ચ પર્વતીય ક્ષેત્રમાં થઈ રહેલી હિમવર્ષાએ ગુજરાતમાં પણ અસર દેખાડી છે.
રાજ્યમાં ગાંધીનગર સાથે સૌથી ઓછું તાપમાન નોંધાયું છે. 8.7 ડિગ્રી સાથે ગાંધીનગરનું તાપમાન સૌથી ઓછું નોંધાયું હતું જ્યારે તેના પછીના ક્રમે નલિયામાં 8.9 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.
અન્ય શહેરોની વાત કરીએ તો અમદાવાદમાં 10.5 ડિગ્રી, ડીસામાં 10.6 ડિગ્રી, વડોદરામાં 12.6 ડિગ્રી, ભાવનગરમાં 13.6 ડિગ્રી, દીવમાં 10.0, જામનગરમાં 12.5 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.
ગિરનાર પર્વત પર સૌથી ઓછું 6.0 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.
6 ફેબ્રુઆરીએ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર દેખાશે
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના પગલે માછીમારોને આગામી 2 દિવસ દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવેલી છે. આગામી 6 ફેબ્રુઆરીના રોજ રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર જોવા મળશે જેમાં દરિયા કિનારે તેજ પવન ફુંકાવાની શક્યતા છે.
[ad_2]
Source link






