Breaking News
ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન – વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

તલોદ પાલિકામાં ભાજપના જ સાત નગરસેવકોના રાજીનામાથી હડકંપ

On: February 4, 2022 4:54 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

તલોદ,તા. 3

ભાજપ શાસિત તલોદ નગર પાલિકાના ભાજપના જ સાત નગરસેવકરોએ આજે પાલિકા
પ્રમુખને પોતાના રાજીનામા ધરી દેતા રાજકીય ગરમાવો આવ્યો હતો અને તલોદ નગરપાલિકાના વહીવટદારો
દ્વારા આ કોર્પોરેટરોની ઉપેક્ષા અને વોર્ડની સમસ્યાઓ હલ નહીં થતી હોવાથી તથા મનસ્વીપણે
વહીવટ ચલાવતા હોવાથી ન છૂટકે કંટાળીને રાજીનામા આપ્યા હોવાનો દાવા કરીને ભાજપાનાજ ૭
કોર્પોરેટરઓએ રાજીનામા આપ્યા હતા.

 તલોદ નગરપાલિકામાં હાલ ભાજપનું સાશન છે અહી કેટલાક સમયથી શાસનકર્તાઓ
સામે અસંતોષ ઉઠયો છે.જેમાં ક્યારેક ભડકા થયા કરે છે અને સમયાંતરે નાટયાત્મક રીતે તેનો
ઉકેલ આવી જતો હોય છે જે અન્વયે આજે  ભાજપાના
જ મેન્ડેટ પર ચુંટણી લડેલા અને વિજય બનેલા સહિતના કુલ ૭ કોર્પોરેટરોએ  પાલિકા પ્રમુખને સાગમટે રાજીનામા ધરી દઈને રાજ્યકક્ષાના
મંત્રી ગજેન્દ્રસિંહ પરમારના હોમ ટાઉનમાં જ પાલિકાને ચર્ચાને એરણે ચઢાવી દીધી હતી.  આ સમગ્ર પ્રકરણમાં મોવડી મંડળને દરમિયાનગીરી કરવાની
ફરજ પડી હતી. રાજીનામા આપનારા ૭ કોર્પોરેટરોએ પોતાને અસંતોષ હોવાની
, ઉપેક્ષા થતી હોવાની
તથા દરેક વોર્ડ માં લોક ભોગ્ય કામો નહિ થતાં હોવા સહિતના અનેક આક્ષેપો કર્યા છે. ઉલ્લેખનીય
છે કે
, તલોદ નગર
પાલિકા ના કારોબારી અધ્યક્ષ તરીકે પાલિકાના પૂર્વ મહિલા પ્રમુખ રંજન બહેન દામોદરભાઈ
પટેલ ની વરણી કરવામાં આવેલ છે.તેમજ તેમની ખાલી પડેલી જગ્યા એ મહિલા કોર્પોરેટર કલ્પના
અતુલ કુમાર શાહની પસંદગી સમિતિના ચેરમેન પદે વરણી કરવામાં આવેલ છે.

પાલિકા ઉપપ્રમુખ અને શહેર ભાજપ પ્રમુખ શું કહે છે ?

     પાલિકાના ઉપપ્રમુખ
ઋતુલ ભાઈ પટેલ અને તલોદ શહેર ભાજપ પ્રમુખ દામોદર ભાઈ પટેલ જણાવ્યું હતું કે
, રાજીનામા આપનાર કોર્પોરેટરના
આક્ષેપો સત્યથી વેગળા છે .પાલિકાની વહીવટી સમિતિમાં કારોબારી અધ્યક્ષ અને પસંદગી સમિતિના
ચેરમેનની કરવામાં આવેલી વરણી કેટલાક કોર્પોરેટરને વરવી લાગતા તેઓએ રાજીનામા ધરી દીધા
છે  પરંતુ વરણી પણ સંગઠનની સલાહ મુજબ કરવામાં
આવી છે .૭ કોર્પોરેટરના આક્ષેપોનું ખંડન કરીને જણાવેલ કે
,તમામ વોર્ડમાં વિકાસનું
કામ કરવામાં આવી રહ્યું છે. સંગઠનનો આદેશ હતો કે
,ધ અધ્યક્ષની વરણી કરી દો તથા બાકીની સમિતિઓ હાલની સ્થિતિ મુજબ
રહેવાદો જેનો માત્ર અમલ કર્યો હતો.

પાલિકાના પૂર્વ કારોબારી અધ્યક્ષ શુ કહે છે?

   બીજીતરફ તલોદ નગર
પાલિકા ના તત્કાલીન કારોબારી અધ્યક્ષ અશોક ભાઈ શાહએ પાલિકાના વહીવટદારોથી માંડીને રાજ્યકક્ષાના
મંત્રી સુધીસામે આક્ષેપો આજે કર્યા હતા.જેઓએ પાલિકા ભરતી સહિતના ભ્રષ્ટાચારનો આરોપ
મૂક્યો હતો અને જણાવેલ કે
,
અહી કામ,ઠરાવ અને
અન્ય મનમાની કરવામાં આવતી હોવા સંદર્ભ ના આક્ષેપો પણ કર્યા હતા. પોતે ૧૫ વર્ષ થી ભાજપામાં
સૈનિક તરીકે રહ્યા હોવાનું અને હવે ભાજપા માંજ નહિ રહેવાનું મન બનાવ્યું હોવાનું કહ્યુ
હતું.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન –

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

error: Content is protected !!