ઓલપાડના 108 ગામો અને 2 લાખની વસ્તી છતાં એક પણ સરકારી કે ગ્રાન્ટેડ વિજ્ઞાન કૉલેજ નથી

On: February 3, 2022 5:56 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]


– સ્થાનિક આગેવાનો દ્વારા શિક્ષણ મંત્રી અને કૃષિ મંત્રીને ગાંધીનગરમાં કરેલી રજૂઆત

સુરત, 03

ઓલપાડ તાલુકાના 108 ગામો અને 2 લાખ ની વસ્તી હોવા છતા એકપણ સરકારી વિજ્ઞાન કોલેજ નહિ હોવાથી વિદ્યાર્થીઓને તકલીફ પડી રહી હોવાથી શરૂ કરવામાં આવે તેવી માંગ કરાઇ છે.

સુરત જિલ્લાના ઓલપાડ તાલુકામાં ગ્રાન્ટેડ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ આવી છે. આ કૉલેજ છેલ્લાં 21 વર્ષથી કાર્યરત છે જ્યારે વિજ્ઞાન કોલેજ માં પ્રવેશ લેવો હોય તો ઓલપાડ ના વિદ્યાથીઓ એ સુરત સુધી ભણવા જવું પડે છે. ઓલપાડમાં 108 ગામો છતાં સરકારી વિજ્ઞાન કોલેજ નહિ હોવાથી શરૂ કરવા માટે ની માંગ ઉઠી છે. જેને લઇને ઓલપાડના સ્થાનિક આગેવાનો જયેશ પટેલ (દેલાડ ) ઓલપાડ કોલેજના આચાર્ય ઈશ્વરભાઈ પટેલ, વસંત પટેલ સહિતના આગેવાનોએ ઓલપાડમાં ગ્રાન્ટ ઇન એઇડ અથવા સરકારી વિજ્ઞાન કોલેજ શરૂ કરવા શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણી તથા કૃષિ અને ઊર્જા મંત્રી મુકેશભાઈ પટેલને ગાંધીનગર ખાતે રજૂઆત કરવામાં આવી. થયેલી રજૂઆત મુજબ ઓલપાડ કૉલેજમાં જ લેબ સહિતની બધી વ્યવસ્થા ઉપલબધ છે. અને સરકારી પણ શરૂ કરી શકાય તેમ છે. 

50 લાખનો ખર્ચ કરવા છતાં 2 જ વિદ્યાથીઓ આવ્યા હતા

ઓલપાડના વિદ્યાથીઓ સાયન્સ સાથે કૉલેજ કરી શકે તે માટે ઓલપાડ માં આવેલી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ માં નોન ગ્રાન્ટેડ સાયન્સ કૉલેજ શરૂ કરાઇ હતી. જેમાં 50 લાખનો ખર્ચ કરીને લેબ પણ શરૂ કરાઇ હતી. પરંતુ બે જ વિદ્યાથીઓ ભણવા આવતા બંધ કરી દેવાની નોબત આવી હતી.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!