[ad_1]

એક્ટિવ કેસોની સંખ્યા 1,29,875 થઇ
22 દિવસમાં જ રાજ્યમાં કોરોનાના 2,14,188 કેસ, 112 મૃત્યુ: અમદાવાદમાં 8,332, વડોદરામાં 3,709 કેસ
અમદાવાદ : ગુજરાતમાં કોરોના ત્રીજી લહેરનો કેર યથાવત્ છે અને આજે ફરી વીસ હજારથી વધુ નવાં કેસ નોંધાયા છે. ગત 24 કલાકમાં રાજ્યમાં નવાં23,150 કેસ નોંધાયા છે. નવાં 23,150 કેસ સામે આજે 10,103 દર્દીઓ સાજા થતા તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. એક્ટિવ કેસોની સંખ્યા 1,29,875 છે. જે પૈકી 244 કેસ વેન્ટિલેટર પર અને 1,29,631 કેસ સ્ટેબલ છે.
આજે અમદાવાદમાં 8332, વડોદરામાં 3709, સુરતમાં 2488, રાજકોટમાં 2029, જામનગરમાં 730, ગાંધીનગરમાં 874, ભાવનગરમાં436, જૂનાગઢમાં 156, આણંદમાં 565, કચ્છમાં 462, ભરૂચમાં 448, મોરબીમાં 373, વલસાડમાં 359, બનાસકાંઠામાં 252, નવસારીમાં 240, મહેસાણામાં 238, પાટણમાં 236, અમરેલીમાં 213, સાબરકાંઠામાં 186, ખેડામાં 169, સુરેન્દ્રનગરમાં 144, તાપીમાં 87, દાહોદમાં81, પંચમહાલમાં 74, દેવભૂમિ દ્વારકામાં 73 અને પોરબંદરમાં 51 કેસ નોંધાયા છે. આ સિવાયના 7 જિલ્લાઓમાં 50થી ઓછાં કેસ નોંધાયા છે.
ગત ચોવીસ કલાકમાં અમદાવાદમાં 6, સુરતમાં 4, રાજકોટમાં 1, ભાવનગરમાં 3 અને નવસારીમાં 1 એમ કુલ 15 કોવિડ દર્દીના મૃત્યુ થયા છે. આજના મૃત્યુઆંક રાજ્યનો કુલ મૃત્યુઆંક 10,230 થયો છે. આજે 10,103 દર્દી સાજા થતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે અને રાજ્યનો કુલ ડિસ્ચાર્જ આંક 90,5,833 થયો છે. હાલની પરિસ્થિતિએ રાજ્યમાં એક્ટિવ કેસોની સંખ્યા 1,29,875 છે. જે પૈકી 244 કેસ વેન્ટિલેટર પર અને 1,29,631 કેસ સ્ટેબલ છે.
[ad_2]
Source link






