[ad_1]

– તાપમાનનો પારો ગગડીને 11 ડિગ્રી સુધી પહોંચી ગયો
– વહેલી સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે અનેક વિસ્તારોમાં ગાઢ ધુમ્મસ છવાયું
છેલ્લા કેટલાક દિવસોથી હવામાન વિભાગની આગાહી પ્રમાણે તાપમાનનો પારો ગગડી રહ્યો છે. ગત્ રોજ વહેલી સવારે જિલ્લાના શહેરોમાં ગાઢ ઘુમ્મસ છવાઇ જતાં હીલ સ્ટેશન જેવો અનુભવ ચરોતરવાસીઓને થયો હતો. તો આજે વહેલી સવારે વરસાદના સામાન્ય છાંટાએ જમીનને ભીની કરી હતી.ઉત્તર-પૂર્વીય દિશામાંથી કલાકે ર.રની ઝડપે ફૂંકાતા પવનોએ ચરોતરવાસીઓને બર્ફીલા પવનોનો અનુભવ કરાવ્યો છે.
હવામાનના ફરી વળેલી શિતલહેરના કારણે લોકોને કાતિલ ઠંડીનો કહેર યથાવતર રહ્યો છે. ઠંડા પવનોના કારણે મિનિમમ તાપમાનનો પારો ગગડીને ૧૧ ડિગ્રી સેલ્સીઅસ પર પહોંચ્યો છે.
આજે દિવસ દરમ્યાન વાતાવરણ વાદળછાયું અને ઠંડકવાળું રહ્યું હતું. દિવસ દરમ્યાન તાપમાન ૨૭ ડિગ્રી સેલ્સીયસ રહ્યું હતું.
[ad_2]
Source link






