જામનગરમાં શંકર ટેકરી વિસ્તારમાં પૂર્વ મહિલા કોંગી કોર્પોરેટર અને તેના પુત્રો તેમજ તેના મળતિયાઓને ભારે આતંક

On: January 22, 2022 9:54 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]


– એક જ ધર્મના લોકો પર હુમલા, દારૃ-ડ્રગ્સનું વેચાણ, ધાર્મિક લાગણી દુભાવવી વગેરે કૃત્યો બાબતે યોગ્ય સ્થાનિક રહેવાસીઓની ઉગ્ર રજૂઆત 

જામનગર, તા. 22 જાન્યુઆરી

જામનગરના શંકરટેકરી વિસ્તારમાં પૂર્વ નગરસેવિકાના પુત્રો દ્વારા ફેલાવાતા આતંક, દેશી-વિદેશી દારૃ તથા ડ્રગ્સના વેચાણ,અને એક ધર્મના લોકો પર ગુજારાતા ત્રાસ અંગે ચોંકાવનારી રજૂઆત કરવામાં આવી છે. આ વિસ્તારના રહેવાસીઓએ સ્થાનિક કોર્પોરેટર ને સાથે રાખી ને સીટી ડીવાયએસપીની કચેરીએ રેલી સ્વરૂપે પહોંચી જઈ આવેદનપત્ર સુપ્રત કર્યું છે, અને 100થી વધુ લોકોએ પોતાને ન્યાય આપવા માટે માંગણી કરી છે. પૂર્વ મહિલા કોંગી કોર્પોરેટરના પુત્રો તેમજ તેના માણસો સામે કાયદાકીય શસ્ત્ર ઉગામવાની માંગણી કરવામાં આવી છે.

જામનગર શહેરમાં આવેલા શંકરટેકરી વિસ્તારમાં હાલમાં પ્રવર્તી રહેલા ગુન્હાહિત કૃત્યો અંગેથી તંગ આવી ગયેલા સ્થાનિક રહેવાસીઓએ આજે જામનગરના ડીવાયએસપી ની કચેરીએ 100થી વધુની સંખ્યામાં હાથમાં બેનર-પોસ્ટર લગાવી ને આ વિસ્તારના ભારતીય જનતાપાર્ટીના ત્રણેય સ્થાનિક કોર્પોરેટર તથા શહેરના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજાના પી.એ. પ્રવીણસિંહ જાડેજાને સાથે રાખીનેઉગ્ર રજુઆત કરી છે.

જે રજૂઆતમાં જણાવવામાં આવ્યા મુજબ આ વિસ્તારના પૂર્વ નગર સેવિકા મરીયમબેન કાસમભાઈ ખફી તથા તેમના પુત્રો અનવર કાસમ ખફી ઉર્ફે અન્ના, ઈકબાલ કાસમ ખફી ઉર્ફે ઈકા, બાબુ કાસમ ખફી ઉર્ફે બાબા, પપ્પુ કાસમ ખફી ઉર્ફે પપ્પુડા તેમજ તેની ગેંગના લિયાકત ઉર્ફે લાલા સંધી, નાઝિર ઘોઘા ઉર્ફે નાઝલા, જાવિદ અલીભાઈ ઉર્ફે જાવલા, ઈમલા વેલ્ડરના છોકરા, જાવલા મંડી, ઈસલા, જુનિયા, ઈરફાન અઘોરી, આફ્રિદ જાવલાના ભાણેજ, અલ્તુળા, મોઈલા, મામદ હુસેન ખીરા, અનુબાપુ તેમજ તેની ગેંગના અન્ય દસેક જેટલા શખ્સો દ્વારા શંકરટેકરી વિસ્તારમાં ગુન્હાખોરીની હારમાળા સર્જવામાં આવી રહી છે.

આ ગેંગ દ્વારા શંકર ટેકરીમાં કેટલાક શખ્સોની પગારદાર ગેંગ કોઈપણ ગુન્હાને અંજામ આપવાથી પાછી પડી રહી નથી. કાયદાના અસ્તિત્વ સામે આ વિસ્તારમાં પ્રશ્નાર્થ સર્જાયો છે. ઉપરોકત ગેંગ દ્વારા સમગ્ર શંકરટેકરી વિસ્તારમાં ઠેર ઠેર સીસીટીવી કેમેરા મૂકી દેવામાં આવ્યા છે, અને તેઓ દવારા મોનીટરીંગ કરાય છે.

કેમેરાની મદદથી ઉપરોકત ગેંગ દ્વારા સમગ્ર વિસ્તારમાં કયાંય પણ પોલીસની એન્ટ્રી થાય તો જાણ થઈ જાય તે પ્રકારની અલાયદી વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે. જેના કારણે છાશવારે તે વિસ્તારમાં પોલીસના દરોડા નિષ્ફળ જઈ રહ્યા છે, અને તે વિસ્તારમાં બેફામ ગુંડાગર્દી ચાલી રહી છે.

ઉપરાંત આ ગેંગ દ્વારા અન્ય સમાજની સ્ત્રી તથા યુવતીઓને જુદી જુદી રીતે પ્રેમ ચુંગાલમાં ફસાવવામાં આવે છે, અને તે પછી તેણી સાથે શરીરના સંબંધ બાંધી ગૂપચૂપ રીતે વિડિયો ક્લિપ ઉતારી લેવામાં આવે છે, અને તેના આધારે ભોગ બનનાર મહિલા, યુવતીઓને બ્લેકમેઈલ કરવામાં આવી રહી છે.

આ વિસ્તારમાં દેશી-વિદેશી દારૃ, ગાંજો, ચરસ સહિતના ડ્રગ્સનું ખુલ્લેઆમ વેચાણ થઈ રહ્યું છે. કાયદાથી પર હોય અને જાણે કે ભારત દેશનો નહીં પરંતુ અન્ય કોઈ ધર્મનો દેશ હોય તે રીતે આ ગેંગના શખ્સો કોઈપણ સ્થળે હિન્દુ ધર્મના લોકોને રોકી માર માર્યા પછી તેમના મ્હોં પર થૂંકી પોતાની દાદાગીરીનું પ્રદર્શન કરે છે.

તાજેતરમાં જ એક એડવોકેટ પર પણ આ ગેંગના શખ્સે છરી વડે હુમલો કર્યો હતો. આ વકીલ તે વિસ્તારમાં ગરબી કરાવતા હોય તેને બંધ કરાવવા માટે હુમલો થયાનું આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું છે. ઉપરાંત કોઈ વૃદ્ધો સત્સંગ જેવી કોઈ ધાર્મિક પ્રવૃત્તિ કરતા હોય તો તેઓને ગાળો ભાંડી ધાર્મિક પ્રવૃત્તિ બંધ કરાવવા માટે કૃત્યો કરવામાં આવે છે.

તે વિસ્તારમાં આવેલા મંદિર સહિતના દેવસ્થાનોની આજુબાજુમાં મટર, ચીકન, ઈંડાનું વેચાણ કરી તેનો કચરો ધાર્મિક સ્થાનના પટાંગણમાં ફેંકવામાં આવી રહ્યો છે. તે ઉપરાંત આ વિસ્તારમાં ઘોડા પર સવાર થઈને નીકળતા ગેંગના શખ્સો ધાર્મિક લાગણી દુભાવવા માટે ગાયોને મારવા ઉપરાંત મૂંગા પશુઓ પર એસિડ નાખવા જેવી પ્રવૃત્તિઓ પણ કરી રહ્યા છે. શેરી-ગલીમાં રમતા બાળકોને કારણ વગર જ લાતો મારી પછાડીને ચાલ્યા જતા ગેંગના શખ્સોએ શંકર ટેકરીના બે વિસ્તારના નામ પણ મનસ્વી રીતે બદલાવી નાખ્યા છે.

અગાઉ રામનગર તરીકે ઓળખાતા વિસ્તારને રઝાનગર નામ આપી દેવામાં આવ્યું છે. જો કોઈ અજાણ્યો રામનગરનું સરનામું પૂછે તો તેને મારકૂટ કરવામાં આવી રહી છે. તે ઉપરાંત બજરંગ ચોકને આ ગેંગે કાદરીચોક નામ આપ્યું છે. તેનો વિરોધ કરાતા બજરંગચોકના ટ્રસ્ટીઓને જાહેરમાં માર મારવામાં આવ્યો હતો. આ વિસ્તારમાં આવેલા પારસીઓના કબ્રસ્તાન પર પણ ગેંગ દ્વારા કબ્જો કરાયો છે. તે કબ્રસ્તાનમાં દારૃ તથા ડ્રગ્સની પ્રવૃત્તિ ધમધમી રહી છે. તે ઉપરાંત જુગાર ચલાવવા માટે ગેંગ દ્વારા કેટલીક કલબો ચાલુ કરાઈ છે. કેટલાક મકાનો ખાલી કરાવી લઈ ગેંગ દ્વારા તેમાં જુગાર રમાડાઈ રહ્યો છે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!