જામજોધપુર તાલુકાના સંગ ચીરોડા ગામમાં રહેણાંક મકાન પર જુગાર અંગે દરોડો: નવ પકડાયા

On: January 21, 2022 1:16 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

જામનગર, તા. 21 જાન્યુઆરી 2022 શુક્રવાર

જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના સંગ ચીરોડા ગામમાં એક રહેણાંક મકાન પર ચાલતા જુગારધામ પર પોલીસે દરોડો પાડી ગંજીપાના વડે જુગાર રમી રહેલા નવ શખ્સોની અટકાયત કરી છે, અને તેઓ પાસેથી રૂપિયા 22,670ની રોકડ રકમ તથા જુગારનું સાહિત્ય કબજે કર્યું છે.

જામજોધપુર તાલુકાના સંગ ચીરોડા ગામમાં રહેતા ભુપતગીરી પ્રેમગર ગોસ્વામી નામના શખ્સના રહેણાંક મકાનમાં જુગારધામ ચાલી રહ્યું હોવાની બાતમીના આધારે શેઠ વડાળા પોલીસે દરોડો પાડી ચેકિંગ હાથ ધરતાં રહેણાંક મકાનની અંદર મકાન માલિક સહિત નવ શખ્સો ગંજીપાના વડે હારજીતનો જુગાર રમી રહેલા નજરે પડ્યા હતા.

આથી પોલીસે મકાનમાલિક ભુપત ગિરી ગોસ્વામી ઉપરાંત વિક્રમ બાલુભા ચાવડા, મહોબતસિંહ અમરસંગ ચાવડા, મહિપતસિંહ અમરસિંહ ડાભી, જયરાજસિંહ બાલુભા ચાવડા, જીવરાજભાઈ કરસનભાઈ સોલંકી, ધ્રુપતસિંહ ખોડુભા ચાવડા, બહાદુરસિંહ તખુભા ચાવડા, તેમજ મહેન્દ્રસિંહ હરિસિંહ ચાવડા વગેરે નવ શખ્સોની અટકાયત કરી લઇ તેઓ પાસેથી રૂપિયા 22,670ની રોકડ રકમ તેમજ જુગારનું સાહિત્ય કબ્જે કર્યું છે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!