[ad_1]

વડોદરા, તા. 20
દારૂ પીવાની કુટેવ ધરાવતા પતિની ધમાલ તથા મારઝૂડ તેમજ સાસુના ત્રીજા સંતાન માટે દબાણના ત્રાસથી કંટાળી પરિણીતાએ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. સાળી વધુ સુંદર હોવાનું જણાવી પતિ અણછાજતું વર્તન કરતો હોવાના આક્ષેપ પરણીતાએ કર્યા છે .
વડોદરાના છાણી વિસ્તારમાં રહેતી 33 વર્ષીય મહિલાએ ફરિયાદ નોંધાવી હતી કે, મારા લગ્ન વર્ષ 2011દરમિયાન હિતેશ રમણભાઈ પરમાર રહે કલ્પવૃક્ષ સોસાયટી છાણી વડોદરા સાથે સમાજના રીતરિવાજ મુજબ થયા હતા લગ્નના બે મહિના બાદ પતિ દારૂ પીવાની કુટેવ ધરાવતો હોવાનું જાણવા મળ્યું હતું પતિ રાત્રે દારૂના નશામાં ઘરે આવી મારઝૂડ કરી જણાવતો હતો કે તું મને ગમતી નથી તારી બહેન તારા કરતાં વધારે સારી દેખાય છે લોહીની ટકાવારી ઓછી હોવાથી ત્રીજું બાળક રાખી ન શકાય તેમ છતાં ત્રીજું સંતાન રાખવા માટે પતિ તથા સાસુનાં દબાણ કરતા હતા સબંધી ના લગ્ન પ્રસંગ દરમિયાન પણ પતિએ દારૂ પી ધમાલ મચાવી મને માર માર્યો હતો આમ પતિ તથા સાસુએ અવારનવાર શારીરિક અને માનસિક ત્રાસ આપ્યો છે.
[ad_2]
Source link






