વડોદરા: MGM સ્કુલ ની વિદ્યાર્થીની કોરોનાથી સંક્રમિત

On: January 4, 2022 12:35 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

વડોદરા, તા. 04

વડોદરા ન્યૂ સમા રોડ ખાતે આવેલી એમ.જી.એમ. સ્કુલની ધોરણ 12ની વિદ્યાર્થીની કોરોનાથી સંક્રમિત થતા સહ વિદ્યાર્થીઓ અને શિક્ષકોમાં ચિંતાનો માહોલ પ્રસરી ગયો છે. આ વચ્ચે પાલિકાએ શાળા ખાતે અન્ય વિદ્યાર્થીઓના કોન્ટેક્ટ ટ્રેસિંગની કામગીરી શરૂ કરી છે.

શહેરમાં દિવસને દિવસે કોરોનાથી સંક્રમિત થતા દર્દીઓમાં શાળાના વિદ્યાર્થીઓનો ગ્રાફ ઉંચો જઈ રહ્યો છે. રોજ નવા વિસ્તારની શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત થતા વાલીઓ તથા સહ વિદ્યાર્થીઓમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. આ વચ્ચે સરકાર હજુ સંપૂર્ણ રીતે માત્ર ઓનલાઇન શાળા ચલાવવાના મૂડમાં નથી. સરકારની દલીલ છે કે, શાળામાં વિદ્યાર્થીઓને આવવા માટે મરજિયાત ઓફલાઈન શિક્ષણ શરૂ કરવામાં આવ્યું છે. જે વિદ્યાર્થીઓ ઓનલાઇન ભણવા ઇચ્છતા ન હોય તેઓએ ઓફલાઈન આવવાની જરૂર નથી. આ વચ્ચે ન્યૂ સમા રોડ ખાતે આવેલ એમ.જી.એમ. શાળાની ધો.12 સાયન્સમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની કોરોનાથી સંક્રમિત થઈ છે. છેલ્લા બે-ત્રણ દિવસથી તેને શરદી, ખાંસી, તાવ વગેરે જેવી બીમારી હતી. જે બાદ તેનો કોરોનાનો ટેસ્ટ કરવામાં આવ્યો હતો અને ગઈકાલે તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. શાળાની વિદ્યાર્થીની કોરોનાથી સંક્રમિત થતા તેની સાથે અભ્યાસ કરતા અન્ય વિદ્યાર્થીઓમાં ચિંતાનો માહોલ ઉભો થયો છે. આ સાથે કોર્પોરેશને શાળા ખાતે અન્ય વિદ્યાર્થીઓ અને શિક્ષકોનું કોન્ટેક્ટ ટ્રેસિંગ કરવાની કામગીરી શરૂ કરી છે. વિદ્યાર્થી કોરોનામાં સપડાતા વાલીઓમાં પણ ચિંતાનું મોજું જોવા મળી રહ્યું છે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!