જામનગરમાં ગોકુલ નગર વિસ્તારમાં રહેતી એક મહિલા પર લોખંડના પાઇપ વડે હુમલો

On: January 4, 2022 9:25 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]


– પુત્ર સાથે ઝઘડો કરવા માટે આવેલા શખ્સને ટપારવા જતાં માથામાં લોખંડનો પાઈપ ફટકાર્યો

જામનગર, તા. 04

જામનગરમાં ગોકુલ નગર વિસ્તારમાં રહેતી એક મહિલાએ પોતાના ઉપર લોખંડના પાઈપ વડે હુમલો કરી ઇજા પહોંચાડવા અંગે સાધના કોલોની વિસ્તારમાં રહેતા એક શખ્સ સામે ફરિયાદ નોંધાવી છે. પોતાના પુત્ર સાથે આરોપી ઝઘડો કરતો હોવાથી તેને સમજાવવા જતાં લોખંડના પાઇપ વડે હુમલો કરાયો હોવાનું પોલીસમાં જાહેર કરાયું છે. જે મામલે પોલીસ વધુ તપાસ ચલાવે છે.

આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે જામનગરમાં ગોકુલ નગર પાણાખાણ શેરી નંબર પાંચ માં રહેતી અસ્મિતાબેન હમીરભાઈ સોલંકી નામની 35વર્ષની મહિલાએ પોતાના ઉપર લોખંડનો પાઇપ ફટકારી માથામાં ગંભીર ઇજા પહોંચાડવા અંગે સાધના કોલોની શેરી નંબર-1 માં રહેતા સાગર માંગલીયા નામના શખ્સ સામે ફરિયાદ નોંધાવી છે. જયારે તેણી ને જામનગરની જી.જી.હોસ્પિટલમાં સારવાર અપાઇ છે.

પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર આરોપી સાગર મંગલિયા કે જે અસ્મિતાબેન ના પુત્ર સાથે ઝઘડો કરી રહ્યો હતો, જેને સમજાવવા જતાં આ હુમલો કરાયાનું જાહેર થયું છે. પોલીસ હુમલાખોર આરોપીને શોધી રહી છે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!