[ad_1]

– પોલીસે બાતમીના આધારે દરોડો પાડીને રંગેહાથ પકડી લીધા
– 200 કિલો ગૌમાંસ અને રિક્ષા સાથે કુલ રૂ. 77,000 નો મુદ્દામાલ કબજે કરાયો
કઠલાલ પોલીસ પેટ્રોલીંગમાં નીકળી હતી ત્યારે બાતમી મળેલી કે કઠલાલ હુસેની ચોકમાં કસાઈ વાડામાં રહેતા સાબિર કરીમ કુરેશી તથા નુરમહમદ કુરેશી પોતાના ઘર આગળ ગૌવંશ લાવી ખુલ્લી જગ્યામાં કતલ કરે છે. જેથી પોલીસે દરોડો પાડતા આ બંને શખ્સો રિક્ષામાં કંઈક ભરતાં હોવાનું જણાતાં તપાસ કરતાં રિક્ષામાં માંસ ભરેલું હતું. જ્યારે તેની નજીકમાં ગૌવંશનું ચામડું તથા શિંગડા પડેલાં હતાં. જેથી પોલીસે સ્થળ પરથી ૬૫ કિલો ગૌમાંસ તેમજ એક રિક્ષા કબ્જે કરી હતી. આ માંસ ગૌમાંસ છે કે નહીં તેની ખાતરી કરવાની હોઈ વેટરનરી ડોક્ટર પાસે પરીક્ષણ કરાવતા આ માંસ ગૌમાંસ હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે બંને શખ્સો પાસે ગૌવંશ કતલ કરવાની પરવાનગી અંગેના કાગળો કે પુરાવા મળ્યા ન હતા. જેથી પોલીસે ગૌમાંસનો જથ્થો તેમજ રિક્ષા મળી કુલ રૂ.૭૭,૦૦૦ નો મુદ્દામાલ કબજે કર્યો હતો. તેમજ ગૌવંશની કતલ કરી માંસની હેરાફેરી કરનાર બંને શખ્સોની અટક કરી હતી. આ બનાવ અંગે કઠલાલ પોલીસે નુરમહમદ કુરેશી તેમજ સાબિર કુરેશી સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
[ad_2]
Source link






