Breaking News
ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન – વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

વડોદરા કોર્પોરેશનમાં નવી ભરતી નહીં થતાં સ્ટાફની અછત

On: January 1, 2022 8:35 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]


– સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ અને પમ્પિંગ સ્ટેશનનો ચલાવવા માટે આઉટસોર્સિંગ કરવું પડે છે

વડોદરા, તા. 01 જાન્યુઆરી

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કર્મચારીઓની નિવૃતી બાદ નવી ભરતી નહીં થતાં સ્ટાફની અછત તેમજ સ્કીલ્ડ સ્ટાફ નહીં હોવાથી ખાસ તો સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ અને પમ્પિંગ સ્ટેશનનો ચલાવવા માટે મુશ્કેલી પડતી હોવાથી કોર્પોરેશનને આઉટસોર્સિંગ નો સહારો લેવો પડે છે. ટ્રીટમેન્ટ પ્લાન્ટ અને પમ્પિંગ સ્ટેશનના મેન્ટેનન્સ અને ઓપરેશન માટે કોન્ટ્રાક્ટ આપવાની જરૂરિયાત ઊભી થાય છે .આ અંગે કોર્પોરેશનના વર્તુળો જણાવે છે કે કોર્પોરેશનના કુલ બજેટ માટે 5૦ ટકાથી વધુ ખર્ચ પગારના હેડ પર ન પડે તે પણ જોવું પડે છે .ઉપરાંત પીએફ અને પેન્શન તથા કાયમી કર્મચારીને મળતા લાભો અને પગાર વધારાના બોજમાંથી રાહત મળે તે માટે કોન્ટ્રાક્ટ પદ્ધતિ અપનાવી છે . જો કે વિરોધ પક્ષ કોંગ્રેસ તો કોર્પોરેશનમાં કોન્ટ્રાક્ટ પદ્ધતિનો વિરોધ કરતાં કહે છે કે કોન્ટ્રાક્ટર ના કર્મચારીઓ જવાબદારીપૂર્વક વર્તતાં નથી. ઓછા પગાર માં કર્મચારીઓ પાસે કામ કરાવે છે અને શોષણ કરે છે .ઘણીવાર કોન્ટ્રાક્ટરો સમયસર પગાર પણ કરતા નથી. આ સંજોગોમાં કાયમી ભરતી કરવા માંગણી કરતા રહે છે. સ્ટેન્ડિંગ સમિતિ એ અટલાદરા ખાતે ના 43 એમ એલ ડી ક્ષમતાના બે પ્લાન્ટ તાલીમબદ્ધ સ્ટાફ નહીં હોવાથી 4 .19 કરોડના ખર્ચે ત્રણ વર્ષ ઓપરેશન અને મેઇન્ટેનન્સ માટે કોન્ટ્રાક્ટ પર આપ્યો છે. અગાઉ તરસાલી, સૈયદ વાસણા અને તાંદલજા ખાતે ના પંપીંગ સ્ટેશન પણ ત્રણ વર્ષની મુદત માટે આશરે 68 લાખના ખર્ચે ચલાવવા અને તેની નિભાવણી કરવા ઈજારા પર અપાયા છે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન –

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

error: Content is protected !!