Breaking News
વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ. કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

ટાસ્ક ચેલેન્જમાં નાણાં રોકીને બમણી આવક મેળવવા જતા બે લાખ ગુમાવ્યા

On: December 31, 2021 9:37 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]


ફાર્મા કંપનીનો એમઆર નાણાં કમાવાના ટાસ્કમાં આબાદ છેતરાયો

શોર્ટ કટમાં નાણાં મેળવવા જતા યુવકે બે લાખ ગુમાવ્યા : અન્ય કેસમાં ચેક ક્લીયર કરવાના બહાને રૂ.1.19 લાખની છેતરપિંડી

અમદાવાદ : ઓનલાઇન છેતરપીંડીની અલગ અલગ મોડ્સ ઓપરેન્ડી અપનાવીને ગઠિયાઓ આબાદ રીતે છેતરપીંડી કરતા હોય છે. જેમાં ફાર્મા કંપનીના મેડીકલ રિપ્રેઝન્ટેટીવ તરીકે ફરજ બજાવતા યુવકને અજાણ્યા નંબર પરથી લીંક આવી હતી. જે લીંક ઓપન કરતા તેને ટાસ્ક પુરા કરવાની સામે બમણી વળતર આપવાની લાલચ એક ગઠિયાએ આપી હતી.

જેમાં આબાદ રીતે ફસાઇને યુવકને રૂ. 2.08 લાખ ગુમાવવાનો વારો આવ્યો હતો. જે અંગે ઘાટલોડિયા પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. ઘાટલોડીયા ખાતે નોંધાયેલી અન્ય ઓનલાઇન છેતરપીંડીના કેસમાં ચેક ક્લીયરન્સની પ્રોસેસ કરાવવા જતા સિનિયર સિટીઝને  રૂ. 1.20 લાખ ગુમાવ્યા હતા.

શહેરના ઘાટલોડિયા  પ્રભાત ચોકમાં આવેલા સિમંધર કોમ્પ્લેક્સમાં રહેતા  રાજ ઝવેરી ઇન્ટાસ ફાર્મા કંપનીમાં એમ આર તરીકે નોકરી કરે છે. થોડા સમય પહેલા તેમના મોબાઇલ પર એક લીંક આવી હતી. જેને ઓપન કરતા તે લીંક વોટ્સએપમા ંખુલી હતી. જેમાં  તેણે સામાન્ય ટાસ્ક દ્વારા ઘરે બેઠા નાણાં કમાવવાની ઓફર કરી હતી.

જેથી લાલચમાં આવીને તેણે રજીસ્ટ્રેશન કરાવીને  રૂપિયા પહેલા 300  રૂપિયા ઓનલાઇન ચુકવ્યા હતા. જેમાં ટાસ્ક  પૂર્ણ થતા રાજને રૂપિયા 420 પરત મળ્યા હતા. આમ, સામે વાળી વ્યક્તિએ વિશ્વાસ કેળવવા માટે કેટલાંક આર્થિક વ્યવહારની સામે વધારે કે બમણા નાણાં મળ તા રાજની લાલચ વધી હતી અને તેણે અલગ રકમના કુલ રૂપિયા 2.08 લાખના વ્યવહાર કર્યા હતા.

પણ તેને ટાસ્ક ન મળ તા શંકા ગઇ હતી અને જેથી તેણે નાણાં પરત માંગ્યા હતા. જો કે ગઠિયાએ કહ્યુ હતું કે હજુ થોડા નાણાં ભરીને ટાસ્ક રમો ત્યારે જ નાણાં પરત મળશે. બાદમાં ટાસ્ક આપનાર વ્યક્તિએ મોબાઇલ સ્વીચ ઓફ કરી દેતા રાજ ઝવેરીને છેતરાયાનો અહેસાસ થયો હતો. જે અંગે તેણે ઘાટલોડીયા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે આઇટી એક્ટ હેઠળ ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.

ઘાટલોડીયા પોલીસ મથકે નોંધાયેલી અન્ય ફરિયાદમાં ઘાટલોડીયા યજ્ઞાપુરૂષ રૉ  હાઉસમાં રહેતા  64 વર્ષીય  ઇન્દ્રવદન મિસ્ત્રી આઇડીએફસી બેંકમાં એકાઉન્ટ ધરાવે છે. તેમણે  કોઇ અજાણી વ્યક્તિએ કોલ કરીને કહ્યું હતું તેમના એકાઉન્ટમાં એક ચેક ક્લીરન્સ માટે  આવ્યો છે.

જેની પ્રોસેસ પૂર્ણ કરવા માટે મોબાઇલ પર આવેલા એક ઓટીપીની જરૂર છે. જેથી તે વિશ્વાસ કરીને ઇન્દ્રવદનભાઇએ  ઓટીપી આપ્યો હતો. જે આપ્યાના ગણતરીના મિનિટોમાં જ તેમના એકાઉન્ટમાં રૂપિયા 1.20 લાખની રકમ અન્ય ખાતામાં ટ્રાન્સફર કરીને ગઠિયાએ આબાદ છેતરપીંડી કરી હતી.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

error: Content is protected !!