હિંમતનગર શહેરમાં કોરોનાના વધુ બે પોઝિટિવ કેસ નોંધાયા

On: December 31, 2021 3:34 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

 હિંમતનગર તા. 30

હિંમતનગર સહિત સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી દિન
પ્રતિદિન કોરોના પોઝિટિવ કેસોમાં વધારો થતા જિલ્લાવાસીઓમાં ચિંતાની લાગણી પ્રસરી છે
ત્યારે હિંમતનગર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં બે દર્દીઓના કોરોના રીપોર્ટ પોઝિટિવ આવતા
તંત્ર હરકતમાં આવ્યુ છે. જયારે કોરોના પોઝીટીવ થયેલા બન્ને દર્દીઓ હોમ આઈસોલેશનમાં
રહી સારવાર મેળવી રહ્યા છે.

 છેલ્લા કેટલાક સમયથી સા.કાં. જીલ્લા સહિત હિંમતનગરમાં કોરોનાએ
દેખાદિધી છે ત્યારે ગુરૂવારે હિંમતનગરના પોલોગ્રાઉન્ડ વિસ્તારના મોટી વ્હોરવાડમાં રહેતા
૩૧ વર્ષીય મહિલાનો કોરોના રીપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જયારે હિંમતનગર તાલુકાના ગઢોડા
ગામે એક ૬૭ વર્ષીય વૃધ્ધનો કોરોના રિપોર્ટ પાઝિટિવ આવતા બન્ને કોરોના પોઝિટિવ દર્દીઓને
હોમ આઈસોલેશન હેઠળ સારવાર મેળવી રહ્યા છે.

સંક્રમીતોમાં એક ફિઝિયોથેરાપી તબીબનો સમાવેશ થયો છે.ત્યારે અત્યાર
સુધીના હિંમતનગર સહિત જીલ્લામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારના મળી કુલ ૧૧ કોરોના પોઝીટીવ
કેસો જિલ્લા આરોગ્ય તંત્ર સમક્ષ બહાર આવતા તંત્ર દ્વારા હિંમતનગરની સિવીલ હોસ્પિટલમાં
કોવીડ વોર્ડની વ્યવસ્થા ઉભી કરાયો છે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!