[ad_1]

કોરોના સાથે ઓમિક્રોનની ભીતિ, હોટલો કે ખાનગી પાર્ટી પર પ્રતિબંધ
11 વાગ્યાથી રાત્રિ કરફ્યૂ હોવાથી આસપાસના ફાર્મહાઉસોમાં ફેમિલી પાર્ટી યોજાશે: પાર્ટી એનિમલ્સ દિવ, રાજસ્થાન પહોંચ્યા
મોં પર માસ્ક, હાથમાં સેનેટાઈઝર સાથે આશાનો સૂર્યોદય અને નિરાશાનો સૂર્યાસ્ત
અમદાવાદ : સાવ અચાનક જ એક-એક શ્વાસ અને જીંદગીનું મહત્વ સમજાવનાર કોરોના હવે જાણે કોઠે પડી રહ્યો છે. આમ છતાં અંદરખાને થોડો ભય સતાવતો રહે છે. કોરોના ઉપરાંત ઓમિક્રોનના ભય વચ્ચે આજે તા. 31 ડીસેમ્બરે રાતે 12 વાગ્યે અંગ્રેજી નવા વર્ષનો આરંભ થશે.
પોણા બે વર્ષથી આવન-જાવન વચ્ચે જીંદગીનો હિસ્સો બની ચૂકેલા રોગચાળાના કારણે થર્ટી ફર્સ્ટ નાઈટની ધમાકેદાર ઉજવણી થવાની નથી. પોલીસે હોટલો હોય કે ખાનગી પાર્ટી ઉપર પ્રતિબંધ લાદ્યા છે અને રાતે 11 વાગ્યાથી કરફ્યૂ હોવાથી 2021ની વિદાય ઘરબેઠાં કરવી પડશે. જ્યારે, આવનારૂં વર્ષ 2022 દો દૂની ચાર એટલે કે બે ને બે ચાર… જેવું સરળ પણ નિર્વિઘ્ને પસાર થાય તેવી આશા સહુ કોઈ રાખી રહ્યાં છે.
વર્ષ 2020માંથી કોરોનાની સાથોસાથ જીંદગીમાં આવતી કોઈપણ પરિસિૃથતિ સામે કેમ લડવું એ સહુ કોઈ શિખ્યાં પછી વર્ષ 2021 આિર્થક સદ્ધરતા ફરી મળી રહે તેની દોડધામમાં જ વિતી ગયું.
પારિવારીક અને સામાજીક જિંદગીના તાણાંવાણાં ફરી સુગ્રિથત થયાં છે ત્યાં જ ફરી એક વખત કોરોના અને ઓમિક્રોનનો ડર સહુ કોઈને મનોમન સતાવી રહ્યો છે. વેક્સિન લીધી હોવાથી મૃત્યુનો ભય ઘટયો છે પરંતુ જીંદગી ફરી એ જ જુની રફ્તાર પકડે તેવી આશા હજુ સુધી ફળીભૂત થઈ નથી. નવું વર્ષે દરેક વ્યક્તિ પોતાની અને પરિવારની આરોગ્ય અને આિર્થક સમૃદ્ધિ જળવાઈ રહે તે સાથે શુભ પૂરવાર થાય તેમ ઈચ્છી રહ્યાં છે.
અંગ્રેજી વર્ષ શરૂ થઈ રહ્યું છે ત્યારે ચહેરા પર માસ્ક અને હાથમાં સેનેટાઈઝર સાથે આશાઓ સામાન્ય બનતી જણાય છે. 2022નો સમય વિતતાં 2021ની વસમી યાદ ભૂલાતી જશે. 2022નું આગમન પણ ધમાકેદાર નહીં પણ ઘરબેઠાં થવાનું છે. આ માટે કોરોના, ઓમીક્રોનના ભયના કારણે પોલીસે લાગુ કરેલા પ્રતિબંધો કારણભૂત છે.
અમદાવાદના પશ્ચિમ વિસ્તારના સંયુક્ત પોલીસ કમિશનર આર.વી. અસારીએ જણાવ્યું કે, હોટલો કે કોઈપણ ખાનગી સૃથળે કોરોનાના નિયમોનો ભંગ થાય તે રીતે પાર્ટી યોજવા ઉપર પ્રતિબંધ છે અને તેનો કડક અમલ કરવામાં આવશે.
રાતે 11 વાગ્યાથી તો કરફ્યૂ અમલમાં આવવાનો છે. આ સંજોગોમાં ક્યાંય પણ લોકો એકઠાં થયાં હશે અને નિયમભંગ જણાશે તો કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે. એ જ રીતે રાતે 12 વાગ્યે નવા વર્ષને આવકારવા ફટાકડા ફોડવા લોકો બહાર ન નીકળે તે માટે ફટાકડા ફોડવા પર પણ પ્રતિબંધ મુકાયો છે. રાતે 9 વાગ્યાથી ચૂસ્ત બંદોબસ્ત ગોઠવાશે.
અમદાવાદમાં કોરોનાના કારણે સતત બીજા વર્ષે ન્યૂ યર પાર્ટીઓ યોજાવાની નથી. પ્રતિબંધના કારણે અમદાવાદ આસપાસના અમુક ફાર્મ હાઉસોમાં પ્રાઈવેટ ફેમિલી પાર્ટી યોજાશે. જો કે, થર્ટી ફર્સ્ટની પાર્ટીના રિઅલ પાર્ટી એનિમલ્સ તો ન્યૂ યર ઉજવણીની ધમાલ, મસ્તીમાં ગળાડૂબ થવા માટે રાજસૃથાન અને ગોવા રવાના થઈ ચૂક્યાં છે. નિરાશાનો અંત અને આશાના આરંભ સાથે નવું વર્ષ આવકારાશે.
[ad_2]
Source link






