Breaking News
ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન – વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

મુંબઈમાં લિકરની ઓનલાઈન ખરીદી થઈ ને ઈ-ચિટિંગ અમદાવાદમાં કરાયું!

On: December 30, 2021 9:17 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]


પુત્રીના મિત્રની મદદ કરવા જતાં મહિલાએ રૂ.84,352 ગુમાવ્યા

ONGCના અધિકારી સાથે અને પતંજલિ પ્રોડક્ટસમાં ડિસ્કાઉન્ટના નામે વેપારી સાથે છેતરપિંડી : ઓનલાઈન ઠગાઈની વધુ 13 ફરિયાદ

અમદાવાદ : ઓનલાઈન ચિટીંગ કરતી ટોળકીઓ હવે મહિલાઓને ટાર્ગેટ કરી રહી છે. એલીસબ્રિજમાં રહેતા મહિલાએ મુંબઈની રહેતી પુત્રીના કહેવાથી તેના મિત્રની મદદ કરવા માટે ઓનલાઈન પેમેન્ટ કરી 84352 રૂપિયા ગુમાવ્યાં છે. ચોંકાવનારી બાબત એ છે કે, લિકરની ઓનલાઈન ખરીદી માટે અપાયેલો નંબર જ ઈ-ચિટરનો હતો.

ઓનલાઈન ખરીદી-વેચાણના સોદામાં ઓએનજીસીના અિધકારી અને પતંજલીની પ્રોડક્ટસમાં ડીસ્કાઉન્ટના નામે વેપારી સાથે છેતરપિંડી કરાઈ છે. અમદાવાદમાં ઓનલાઈન ઠગાઈની વધુ 13 ફરિયાદ નોંધાઈ છે. એલીસબ્રિજમાં રહેતા 62 વર્ષના દિપાલીબહેન ત્રિવેદીને મુંબઈમાં રહેતી પુત્રીએ ફોન કરીને પોતાના મિત્ર વતી ઓનલાઈન પેમેન્ટ કરી આપવા કહ્યું હતું.

મિત્ર આદિત્ય વર્માએ લિકરની બોટલ ખરીદી હતી તેનું પેમેન્ટ પોતાના ગુગલ-પેથી થતું ન હોવાથી આદિત્યએ મિત્ર શીલની મદદ માગી હતી. શીલએ માતા દિપાલીબહેનને વોટ્સ-એપ પર ક્યુ આર કોડ મોકલ્યો હતો તેનાથી પેમેન્ટ કરવા કહ્યું હતું. પેમેન્ટ થતું નહોતું એવામાં એક ફોન આવ્યો હતો અને પેમેન્ટ મોટું છે એટલે વેરિફીકેશન કોડ સ્કેન કરવો પડશે તેમ કહેવાયું હતું.

વધુ એક ક્યુઆર કોડ મોકલાયો તેના પર દિપાલીબહેને સ્કેન કરતાં જ કુલ 84352 ડેબીટ થઈ ગયા હતા. તપાસ કરતાં ખબર પડી કે, આદિત્યએ લિકર ખરીદવા મુબઈના લિકર શોપનો નંબર ઓનલાઈન મેળવ્યો હતો. ખરેખર આ નંબર લિકર શોપનો હતો જ નહીં. આખરે દિપાલીબહેને એલીસબ્રિજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી છે.

* સાબરમતીમાં રહેતા વિદ્યાર્થી સાથે સોફાના ઓનલાઈન ખરીદદાર બનીને ગુગલ-પેથી પેમેન્ટના બહાને રૂ. 24998ની છેતરપિંડી.

* શાહપુરના યુવકે ક્રેડીટ કાર્ડ માટે ્એપ્લિકેશન કરી હતી તે મેળવવા ઓનલાઈન સર્ચ કરી સંપર્કથી એપ્લિકેશન ડાઉનલોડ કરાવી 1.44 લાખની ઠગાઈ.

* સાબરમતીમાં રહેતા વિદ્યાર્થીએ સોફાના ઓનલાઈન ખરીદદાર બનીને ગુગલ-પેથી પેમેન્ટના બહાને રૂ. 24998ની છેતરપિંડી.

* એલીસબ્રિજના 77 વર્ષના વૃધૃધાને ક્રેડીટ કાર્ડ બંધ કરવાનું છે તેવો ડર બતાવી કાર્ડ ચાલુ રાખવાની પ્રોસિજરના બહાને 40000નું ઈ-ચિટિંગ

* ઓએનજીસીના એક્ઝિક્યુટીવ એન્જિનિયર જીતેન્દ્રસિંઘ સોલંકી પાસેથી કેમેરાની ખરીદીના ટોકનપેટે 5000 ઓનલાઈન મેળવી લઈને ચિટિંગ.

* સાબરમતીના રહીશ મહિલાને એરપોર્ટના કાર્ગો ડિપાર્ટમેન્ટમાં સુપરવાઈઝરની નોકરી અપાવવાનું કહી 20500ની ઓનલાઈન છેતરપિંડી

* ગાયકવાડ હવેલીના રહીશ યુવકને વધુ લીમિટવાળું ક્રેડીટ કાર્ડ અપાવવાનું કહી ફોર્મ ભરાવીને ઓનલાઈન 25992 રૂપિયા સેરવી લેવાયા.

* ખાડિયાના રહીશ, આયુર્વેદના વેપારીને પતંજલીની પ્રોડક્ટસમાં 20 ટકા ડીસ્કાઉન્ટની લાલચ આપી ફોન-પેથી 1.85 લાખ સેરવી લેવાયા.

* સરસપુરના યુવકને ફ્રીજ, ટીવી, ડબલ બેડ, ડાઈનિંગ ટેબલ માત્ર 41000માં આપવાની લાલચ ફેસબૂક થકી આપી ફોન-પે દ્વારા 21998 રૂપિયા મેળવી છેતરપિંડી.

* નવા નરોડા ખાતે રહેતા હાર્દિક પટેલના  બેંક  આફિસરની  ઓળખ આપીને એક ગઠિયાએ રૂપિયા 75 હજાર અન્ય એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી દીધા હતા.

* મણીનગરના જય ગોસળિયાને ક્રેડીટ કાર્ડનો ચાર્જ  એપ્લીકેશનની મદદથી  ભરવાના નામે ટ્રાન્જેક્શન કરાવીને રૂપિયા  1.25 લાખની છેતરપીંડી કરી હતી.

* કુબેરનગરમાં રહેતા દેવીબહેન ગોપલાણીને સસ્તામાં સોફા  સેટ આપવાનું કહીને અલગ અલગ ટ્રાન્જેક્શન કરાવીને રૂપિયા 1.12 લાખની છેતરપીંડી કરી હતી.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન –

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

error: Content is protected !!