ક્રેડિટ કાર્ડ બંધ કરાવવા ગુગલ પરથી કસ્ટમર કેર નંબર મેળવી પ્રોસેસ કરવાનું સરથાણાના યુવાનને રૂ.2.28 લાખમાં પડયું

On: December 29, 2021 8:08 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]


– ભેજાબાજે એનીડેસ્ક એપ ડાઉનલોડ કરાવી ક્રેડિટ કાર્ડની વિગતો મેળવી પૈસા ટ્રાન્સફર કરી દીધા

( પ્રતિનિધિ દ્વારા ) સુરત, બુધવાર

સુરતના સરથાણા વિસ્તારમાં રહેતા અને પાનોલી જીઆઈડીસીમાં ફાર્મા કંપનીમાં નોકરી કરતા યુવાનને ક્રેડિટ કાર્ડ બંધ કરાવવા ગુગલ પરથી કસ્ટમર કેર નંબર મેળવી પ્રોસેસ કરવાનું રૂ.2.28 લાખમાં પડયું હતું. ભેજાબાજે એનીડેસ્ક એપ ડાઉનલોડ કરાવી ક્રેડિટ કાર્ડની વિગતો મેળવી પૈસા ટ્રાન્સફર કરી દીધા હતા.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ ભાવનગરના જેસરના સાવરકુંડલા રોડ લુખાપરા વિસ્તારના વતની અને હાલ સુરતમાં સરથાણા હરેકૃષ્ણ ડાયમંડની પાછળ સિવાંતા પેલેસ બ્રહ્મા બિલ્ડીંગ ફ્લેટ નં.604 માં રહેતા 41 વર્ષીય વિપુલભાઈ ઘનશ્યામભાઈ પરસાણા અંકલેશ્વર પાનોલી જીઆઈડીસીમાં ફાર્મા કંપનીમાં નોકરી કરે છે. ગત ફેબ્રુઆરી 2021 માં તેમણે સિટી બેન્કમાંથી ક્રેડિટ કાર્ડ લીધો હતો. તે બંધ કરાવવા ગત 13 મી ના રોજ તેમણે ગુગલ પરથી કસ્ટમર કેર નંબર મેળવી ફોન કરી પૂછતાં સામેથી વાત કરનાર વ્યક્તિએ થોડીવારમાં બીજા નંબર પરથી કોલ કરીશ તેમ કહ્યું હતું. થોડીવારમાં તે વ્યક્તિએ બીજા મોબાઈલ નંબર પરથી વિપુલભાઈને ફોન કરી કાર્ડ બંધ કરવા એનીડેસ્ક એપ ડાઉનલોડ કરાવી હતી.

એપ ડાઉનલોડ થયા બાદ તે વ્યક્તિએ વિપુલભાઈ પાસે ક્રેડિટ કાર્ડ નંબર ડાયલ કરાવી અને કાર્ડની અન્ય વિગતો અને ઓટીપી મેળવી ઓટીપીના મેસેજ આવ્યા હતા તે ડીલીટ કરાવ્યા હતા. ઉપરાંત મોબીકવીકમાં પૈસા ટ્રાન્સફર કરવાનો મેસેજ અને ઓટીપી આવતા વિપુલભાઈને ફ્રોડ થઈ રહ્યું છે તેવું લાગતા ફ્રોડવાળા બોલાઈ ગયું હતું. આથી તે વ્યક્તિએ તરત ફોન કાપી નાંખ્યો હતો. બાદમાં વિપુલભાઈએ જોયું તો તેમના એકાઉન્ટમાંથી રૂ.2,28,425.76 અન્ય એકાઉન્ટમાં ટ્રાન્સફર થઈ ગયા હતા. આ અંગે વિપુલભાઈએ ગતરોજ સરથાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!