જામનગરના સીટી બી. ડિવિઝન પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારમાં રાત્રી કરફ્યુની અમલવારી માટે સ્પેશિયલ ડ્રાઇવ રખાઇ

On: December 28, 2021 11:42 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

જામનગર, તા. 28 ડિસેમ્બર 2021 મંગળવાર

જામનગર શહેરમાં રાત્રી કરફ્યુ ની અમલવારી માટે ગઇકાલે રાત્રે સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ના તમામ સ્ટાફ દ્વારા સ્પેશિયલ ચેકિંગ ડ્રાઇવ રાખવામાં આવી હતી, અને જુદા જુદા 10 પોઇન્ટ પર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં 26 વાહનો ડિટેઇન કર્યા છે. પાંચ નશાબાજોની અટકાયત કરાઈ છે, જ્યારે એક ડઝનથી વધુ માસ્ક અંગેના કેસ કરાયા છે.

જામનગરના સીટી બી ડિવિઝન ના પીઆઇ કે.જે. ભોયેની રાહબરી હેઠળ બે પીએસઆઇ તથા 82 જેટલા સીટી બી ડિવિઝનના પોલીસ સ્ટાફ ઉપરાંત હોમગાર્ડના જવાનો વગેરેને સાથે રાખીને ગઈ કાલે 11 વાગ્યાથી  સાડા બાર વાગ્યા સુધી સ્પેશિયલ ડ્રાઇવ રાખવામાં આવી હતી.

જામનગર સીટી બી ડિવિઝન વિસ્તાર હેઠળ ના ગુલાબ નગર ચેકપોસ્ટ, અંબર ચોકડી, સુભાષ બ્રિજ, લાલબંગલા સર્કલ, બેડી ગેટ, ગુરુદ્વારા ચોકડી, જી.જી. હોસ્પિટલ રોડ, ડી.કે.વી. સર્કલ, પંચવટી સોસાયટી, સહિતના જુદા-જુદા 10 પોઇન્ટ પર મોટા પાયે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.

જે ચેકિંગ દરમિયાન 26 વાહનો ડિટેઇન કરવામાં આવ્યા હતા. ઉપરાંત બે વાહન ચાલકો દારૂનો નશો કરેલી હાલતમાં મળ્યા હોવાથી તેઓની સામે દારૂબંધીનો ગુનો નોંધી વાહનો ડિટેઇન કર્યા છે. જ્યારે ત્રણ શખ્સો નશો કરેલી હાલતમાં નીકળ્યા હોવાથી તેઓ સામે પણ દારૂબંધી ભંગ અંગેનો ગુનો નોંધવામાં આવ્યો છે.

આ ઉપરાંત માસ્ક પહેર્યા વિના નીકળેલા એક ડઝનથી વધુ વાહનચાલકો સામે પણ દંડકીય કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!