[ad_1]

જામનગર તા. 18,
જામનગર નજીક અલીયા બાડા ગામમાં પોલીસે જુગારનો દરોડો પાડયો હતો, અને ગંજીપાના વડે હારજીતનો જુગાર રમી રહેલા પાંચ શખ્સોની અટકાયત કરી લીધી છે.તેમજ જુગારનું સાહિત્ય કબજે કર્યું છે.
જામનગર નજીક અલીયા બાડા ગામમાં નવાપરા વિસ્તારમાં કેટલાક લોકો એકત્ર થઇને ગંજીપાના વડે જુગાર રમી રહ્યા છે, તેવી બાતમી ના આધારે પંચકોશી એ ડીવીઝન પોલીસે દરોડો પાડી બાબુભા ઉર્ફે ભીખુભા જુવાનસિંહ જાડેજા, હરીશ કાનજીભાઈ પરમાર, દીપસંગ ઘેલાજી જાડેજા, ગોવિંદ ભુરાભાઈ માટીયા, અને હેમત હરિભાઈ બરબચીયા ની અટકાયત કરી લઇ તેઓ પાસેથી રૂપિયા ૧૪,૨૧૦ ની રોકડ રકમ અને જુગારનું સાહિત્ય કબજે કર્યું છે.
[ad_2]
Source link






