[ad_1]

વડોદરા, તા. 15 ડિસેમ્બર 2021 બુધવાર
વડોદરા શહેરના ફતેપુરા વિસ્તારમાં નશાની હાલતમાં પોલીસ કર્મચારીએ યુવકને ફટકાર્યાંના આક્ષેપ સાથે રહીશોએ હોબાળો મચાવ્યો હતો. એક તબક્કે લોકટોળું એકત્ર થતાં પોલીસ કર્મીને ઉભી પૂંછડીએ ભાગવાનો વારો આવ્યો હતો. જે અંગેનો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય બન્યો છે.
વડોદરા મહાનગરપાલિકા દ્વારા ફતેપુરા વિસ્તારમાં આજરોજ દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. તે સમયે કોઇ અનિચ્છનીય ઘટના ન ઘટે તે માટે સીટી પોલીસ મથકનો કાફલો પણ ઘટનાસ્થળે ફરજ બજાવી રહ્યો હતો.
આ દરમિયાન સીટી પોલીસ મથકનો ડિસ્ટાફ પોલીસ કર્મી નશાની હાલતમાં વાહન ચાલકો તથા રહીશો સાથે દંડાવાળી કરતા લોકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો. એક તબક્કે લોકટોળું એકત્ર થઈ જતા લોકોનો રોષ જોઈ પોલીસ કર્મીને ઊભી પૂંછડીએ ભાગવાની નોબત આવી હતી. આ સમગ્ર ઘટનાનો વીડિયો વાયરલ થતાં શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે.
વડોદરા: નશાની હાલતમાં પોલીસ કર્મીએ યુવકને ફટકાર્યો, લોકટોળું એકત્ર થતાં પોલીસ કર્મી ઊભી પૂંછડીએ ભાગ્યો, વીડિયો વાયરલ#Vadodara #Police pic.twitter.com/hkKZfv45Tb
— Gujarat Samachar (@gujratsamachar) December 15, 2021
[ad_2]
Source link






