[ad_1]

જામનગર, તા. 15 ડિસેમ્બર 2021 બુધવાર
જામનગરમાં પંચેશ્વર ટાવર વિસ્તારમાં પાર્ક કરેલા એક બાઈકની અંદરથી સર્પનું બચ્ચું મળી આવ્યું હતું. જે અંગેની જાણ થતાં આસપાસના યુવાનો એકત્ર થઈ સલામત રીતે સર્પના બચ્ચાને બહાર કાઢી એક બરણીમાં મૂકી દીધું હતું અને જંગલખાતાને સુપ્રત કર્યું છે.

આ બનાવની વિગત એવી છે કે જામનગરના પંચેશ્વર ટાવર વિસ્તારમાં આજે સવારે પાર્ક કરેલા એક બાઈક ની અંદર સર્પનું બચ્ચું આવીને બેસી ગયું હતું. જે અંગેની બાઇકચાલકને જાણ થતાં તેમણે આસપાસના વિસ્તારના લોકોને માહિતી આપી હતી. જેથી મહાદેવ હર મિત્ર મંડળના પ્રમુખ રાજુભાઇ વ્યાસ (મહાદેવ) અને તેમની ટીમે તુરત જ બાઈકના બચ્ચાને સરળતાથી બહાર કાઢી લઇ એક બરણીમાં મૂકી દીધું હતું અને જંગલખાતાને સુપરત કરી દીધું છે.
[ad_2]
Source link






