વાઇબ્રન્ટ ગુજરાત સમિટના પ્રસાર પ્રચાર માટે રૂા.3 કરોડનો કોન્ટ્રાક્ટ

On: December 13, 2021 1:18 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]


સરકારી તંત્ર હોવા છતાં પ્રજાના ટેક્સના પૈસાનું પાણી

દિલ્હીની એક PR એજન્સીને કામ અપાયું હોવાની ચર્ચા બ્રાન્ડિંગના રૂપાળા નામે મળતિયાઓને  કરોડોની લહાણી  

અમદાવાદ : એમિક્રોન વેરિએન્ટના ભય વચ્ચે રાજ્ય સરકારે પાટનગર ગાંધીનગરમાં વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ યોજવા તડામાર તૈયારીઓ આરંભી દીધી છે. જોકે, વાઇબ્રન્ટ ગુજરાત સમિટના વિવિધ કામો માટે પાણીની જેમ પૈસા વાપરવામાં આવી રહ્યા છે.

રાજ્ય સરકાર પાસે પ્રસાર-પ્રચાર માટે મોટા પગાર ધરાવતાં સરકારી અિધકારીઓ સાથે આખુય તંત્ર સજ્જ છે છતાં વાઇબ્રન્ટ ગુજરાત સમિટના બ્રાન્ડિંગ માટે રૂા.3 કરોડનો કોન્ટ્રાક્ટ અપાયો હોવાની ચર્ચાએ જોર પકડયુ છે. 

ગુજરાતમાં રોકાણ થાય, શિક્ષિત બેરોજગાર યુવાઓને નોકરી-રોજગાર મળે તેવા હેતુથી આયોજિત વાઇબ્રન્ટ ગુજરાત સમિટનો જોરશોરથી પ્રચાર કરવા સરકાર ધૂમ નાણાં વાપરી રહી છે.

સૂત્રોના મતે, રાજ્ય સરકારે દિલ્હીની એક પીઆર એજન્સીને વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2022નુુ બ્રાન્ડીંગ કરવા કામ સોંપ્યુ છે. થોડા દિવસો પહેલાં જ ટેન્ડર બહાર પાડવામાં આવ્યુ હતું . આ પીઆર એજન્સીને વાઇબ્રન્ટ ગુજરાતનુ સોશિયલ મિડીયા સહિત અન્ય માધ્યમથી બ્રાન્ડિંગ કરવા રૂા.3 કરોડ આપવા નક્કી કરાયુ છે. 

એક બાજુ, સરકારી અધિકારીઓ વાઇબ્રન્ટ ગુજરાત સમિટ મુદ્દે પીએમઓનું નામ આગળ ધરીને એકેય હરફ ઉચ્ચારવા તૈયાર નથી. બીજી બાજુ, રાજ્ય સરકાર પીઆર એજન્સીને વાઇબ્રન્ટ ગુજરાત સમિટના  બ્રાન્ડિંગના રૂપાળાના નામે કરોડોની લ્હાણી કરી રહી છે. ચર્ચા એવી છેકે, ભાજપ સરકારના મળતિયાઓને આવા સરકારી તાયફા વખતે કામો આપી રીતસર ભાગબટાઇ કરવામાં આવી રહી છે.

રાજ્ય સરકારની વિવિધ યોજનાનોનો પ્રચાર-પ્રસાર કરવા માટે આખુય સરકારી તંત્ર સજ્જ છે ત્યારે વાઇબ્રન્ટ ગુજરાત સમિટના પ્રચારમાં માટે સરકારી તંત્રનો શા માટે ઉપયોગ કરવામાં આવતો નથી તે અંગે અનેક સવાલો ઉઠયા છે. વાઇબ્રન્ટ ગુજરાત સમિટના વિવિધ કામોમાં પ્રજાના ટેક્સના નાણાં પાણીની જેમ વહાવવામાં આવી રહ્યા હોય તેવું ચિત્ર ઉપસ્યુ છે.

વાઇબ્રન્ટ ગુજરાતમાં ડેલિગેટ્સોને મોંઘી પેન અપાશે પાંચ હજાર પેન ખરીદવા ટેન્ડર બહાર પડ્યું

વાઇબ્રન્ટ ગુજરાતમાં આવનારાં ડેલિગેટ્સોને મોંઘી પેન સાથે અન્ય સાહિત્ય અપાશે. આ વખતે ડેલિગેટ્સ માટે જર્મન રોલર રિફિલ સાથે મેટલ પેન આપવા નક્કી કરાયુ છે. એલ્યુમિનિયમ બોડી અને સિલ્વર પ્લેટીંગ સાથેની પેન ખરીદવા માટે પ્રક્રિયા હાથ ધરાઇ છે.

વાઇબ્રન્ટ ગુજરાતમાં આવનારાં આમંત્રિતોને આપવા માટે પાંચ હજાર પેન ખરીદવા નક્કી કરાયુ છે તે માટે ખાસ ટેન્ડર પણ બહાર પાડવામાં આવ્યુ છે. ટેન્ડરમાં એવો ખાસ ઉલ્લેખ કરાયો છેકે, સપ્લાયર અને ડિલર્સ પેન પર વાઇબ્રન્ટ ગુજરાત સમિટ-2022 લખીને પેન આપવાની રહેશે. 

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!