ઉત્તર ગુજરાતની 29 પૈકી મોડાસા પાલિકાની સર્વે કામગીરી માટે પસંદગી

On: December 12, 2021 5:10 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

મોડાસા,તા.11

રાજયમાં બીલ્ડીંગ યુઝ પરમીશન મુદૃે હાઈકોર્ટના આકરા વલણ બાદ
રાજય સરકારનું સંલગ્ન તંત્ર હરકતમાં આવ્યું છે અને પ્રોદેશિક મ્યુનીસીપલ કમીશનર
ગાંધીનગર દ્વારા બ-વર્ગની કેટેગરીમાં આવતી નગરપાલિકાઓ પૈકી મોડાસા નગરપાલિકાની
સર્વે કામગીરી માટે પસંદગી કરાતા નગરમાં ૯ વોર્ડ પૈકી બે વોર્ડની પસંદગી કરી બી.યુ
પરમીશનની જોગવાઈઓનું સર્વે હાથ ધરવાના ઉચ્ચકક્ષાએથી આદેશ કરાયા છે.

 આગામી દિવસોમાં
મોડાસા નગરમાં આવેલી હોસ્પીટલો
, શાળાઓ, કોમર્શીયલ
બીલ્ડીંગો
, હાઈરાઈઝ અને લો રાઈઝ રેસીડેન્શીયલ બીલ્ડીંગો અને
એસેમ્બીલી બીલ્ડીંગો સહિત કુલ મળી ૫૦ એકમોમાં બીલ્ડીંગ યુુઝ પરમીશન અંગે સર્વે હાથ
ધરાશે

છેલ્લા કેટલાક વર્ષોમાં હોસ્પીટલો, કોચીંગ
કલાસ સહિતની કેટલીક જાહેર જગ્યાઓમાં આગના બનાવોમાં નિર્દોષ મહામૂલી માનવ જીંદગીઓ
હોમાઈ જતાં   તંત્રને જગાડવા હાઈકોર્ટ
દ્વારા કાયદા હેઠળ આદેશો કરાયા હતા. ફાયર સેફટીના મુદ્દે કાર્ટના આકરા વલણ બાદ
બીલ્ડીંગ યુઝ પરમીશન ના મુદૃે પણ ગુજરાત હાઈકોર્ટ દ્વારા કડક પગલાં ભરવા હુકમ
કરાયા હતા. અને હરકતમાં આવેલા તંત્ર દ્વારા રાજયની ૧૫૬ નગરપાલિકાઓ પૈકી ૨૪
નગરપાલિકાઓમાં બીયુ પરમીશન અંગે સર્વે કરી ૩ માસમાં રીપોર્ટ કરવા આદેશ અપાયા છે
,

ગાંધીનગર ઝોનની ૨૯ નગરપાલિકાઓ પૈકી અ વર્ગની મહેસાણા,
વર્ગની મોડાસા
, ક વર્ગની માણસા અને ડ વર્ગની તલોદ
નગરપાલિકાની પસંદગી કરાઈ છે. ત્યારે આગામી દિવસોમાં મોડાસા નગરપાલિકાના ૯  વોર્ડ પૈકી બે વોર્ડમાં આવેલ હોસ્પીટલો
,
શાળા બીલ્ડીંગો વાણીજય અને રહેણાંક હાઈરાઈઝ અને લો રાઈઝ બીલ્ડીંગો
અને જાહેર ઉપયોગીલ સરકારી કે પાલિકાની બીલ્ડીંગોની પસંદગી કરી ધારા ધોરણ મુજબ
સર્વ.ે કામગીરી હાથ ધરવામાં આવનાર હોવાનું સૂત્રો દ્વારા જણાવાયું છે.

શું સરકાર નવો ઈમ્પેકટ કાયદો લાવી રહી છે ? ચર્ચા
ઓ ઉઠી

 સરકાર દ્વારા  હાઈકોર્ટના આદેશ બાદ બી.યુ પરમીશન અંગે સર્વે
હાથ ધરવામાં આવનાર છે. બીલ્ડીંગ યુઝ પરમીશનના મુદૃે હાઈકોર્ટનું વલણ આકરું જણાય છે
, ત્યારે
સર્વે દરમ્યાન એકઠી કરવાની માહીતી મુજબ કઈ કઈ બીલ્ડીંગ પરમીશન લેવા પાત્ર છે
?
ન લેવા પાત્ર બીલ્ડીંગ અને બી.યુ. પરમીશન મળવાપાત્ર તથા ન મળવાપાત્ર
બીલ્ડીગ સહિતની એકઠી કરાઈ રહેલ માહીતી જોઈ કેટલાકા બીલ્ડરોમાં શું રાજય સરકાર નવો
ઇમ્પેકટ કાયદો લાવવા ઈચ્છી રહી છે
? તેવા પ્રશ્નોની ચર્ચાઓ
ઉઠી છે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!