[ad_1]
વડોદરા, તા. 10 ડિસેમ્બર 2021 શુક્રવાર
વડોદરાના ગોત્રી સેવાસી રોડ ઉપર ગઇકાલે મોડી રાત્રે એસ.બી.આઈ બેંકના બે એટીએમ મશીનોમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. આ આમાં એટીએમ મશીનો બળીને ખાક થઇ જતા એટીએમ મશીનમાં લાખોની કેશ ખાક થઇ ગઇ હોવાની આશંકા સેવાઇ રહી છે.
ગોત્રી રોડ સેવાસી ખાતે આવેલા એસ.બી.આઈ બેંકના બે એટીએમમાં ગઈકાલે રાત્રે દોઢ વાગ્યાના સુમારે ભીષણ આગ લાગી હતી. આગના બનાવની જાણ ફાયર બ્રિગેડને થતાં લશ્કરો સ્થળ પર દોડી ગયા અને પાણીમારો ચલાવી આગ કાબુમાં લીધી હતી. જોકે આગ કાબુમાં આવે તે પહેલાં એટીએમ મશીનો બળીને ખાક થઇ ગયા હતા.
મોડી રાત્રે એટીએમ મશીનોમાં આગ લાગતાં સાયરન વાગતા ગામલોકો દોડી ગયા હતા. આગના કારણે એ.ટી.એમ મશીનો બળીને ખાક થઇ જતાં લાખોની કેશ સળગી ગઈ હોવાની આશંકા સેવાઇ રહી છે. એટીએસ મશીનોમા આગ લાગવાનું ચોક્કસ કારણ અકબંધ છે પરંતુ, શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન સેવાઇ રહ્યું છે.
[ad_2]
Source link






