[ad_1]

સુરત, તા. 6 ડિસેમ્બર 2021 શનિવાર
પાંડેસરા વડોદની અઢી વર્ષની બાળકીનું દિવાળીના તહેવાર દરમિયાન અપહરણ કરી દુષ્કર્મ આચરી હત્યા કરવાના કેસમાં સંડોવાયેલા મૂળ બિહાર ના વતની આરોપી ગુડ્ડ મધેશ યાદવને આજે પોક્સો કેસોની ખાસ અદાલતના એડીશ્નલ સેશન્સ જજ પી.એસ.કાલાની કોર્ટ સજા સંભળાવશે.
સુરતના પાડેસરા વડોદના અઢી વર્ષની બાળકીને ગઈ તા.4 થી ડીસેમ્બર ના રોજ આરોપી ગુડ્ડ મધેશ યાદવ પોતાની સાથે બદકામના ઈરાદે અપહરણ કરીને ઈન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં લઈ ગયો હતો. જ્યાં બાળકી પર દુષ્કર્મ આચરીને આરોપીએ તેનુ ગળુ દબાવી હત્યા કરી હતી. આ કેસમાં સુરત પોલીસે માત્ર સાત દિવસમાં 246 પાનાની ચાર્જશીટ રજૂ કરીને તા.17 નવેમ્બર થી કેસની સ્પીડી ટ્રાયલનો પ્રારંભ થયો હતો.
સરકાર પક્ષે કુલ 42 સાક્ષી તપાસી કેસ માત્ર છ જ મુદતોમા કેસ કાર્યવાહી ચલાવીને સરકાર પક્ષે મુખ્ય જિલ્લા સરકારી વકીલ નયન સુખડવાલાએ સ્પીડી ટ્રાયલ ચલાવી. કેસ પૂરો કર્યો હતો. સરકાર પક્ષે કુલ 69 સાક્ષી પૈકી 27 ને ડ્રોપ કરી મહત્વ પૂર્ણ 42 સાક્ષી તપાસીને કેસ કાર્યવાહી પુરી કરી હતી. સરકાર પક્ષે સ્પીડી ટ્રાયલ ચલાવી કેપીટલ પનિસમેન્ટની માંગ કરી કુલ 31 પ્રસ્થાપિત ચૂકાદા રજૂ કર્યા હતા.
[ad_2]
Source link






