ડીસાના રાણપુર બનાસનદી માંથી હિટાચી મશીન અને ડમ્પર ઝડપાયુ

On: December 4, 2021 11:58 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

ડીસા,તા.4

બનાસકાંઠા ના ડીસા પાસે રાણપુર બનાસનદી માં મધરાતે રેતી
ચોરી કરતા ડમ્પર અને મશીન કબ્જે કરેલ અને તાલુકા પોલીસ મથકે લાવી આગળ ની કાર્યવાહી
હાથ ધરેલ છે.

બનાસકાંઠા ભૂસ્તર વિભાગ દ્વારા અવારનવાર ખાનગી રાહે  દિનરાત સધન ચેકિંગ કરી ખનીજચોરી પકડવામાં આવી
રહી છે ત્યારે ભૂસ્તરશાી સુભાષ જોશીના માર્ગદર્શન હેઠળ ભૂસ્તર વિભાગની ટીમ
શુક્રવારે મધરાત્રે રાણપુર ગામ માં પહોંચી હતી અને ગામની પાસેથી પસાર થતી બનાસ નદી
માંથી ટાટા હિતાચી  મશીન અને ડમ્પરો દ્વારા
રેતી ચોરી થઈ રહી હતી. જેથી ભૂસ્તર વિભાગની ટીમે મધરાત્રે નદીમાં ચોકી રાખી અને
ટ્રેકટર માં બેસી ખનીજ ચોરી થતી હતી તે સ્થળે પહોંચેલ અને  ૧૭ ટન નદીની  
રેતી ભરેલ એક ડમ્પર અને ટાટા હિટાચી મશીન ઝડપી પાડેલ.  જોકે બનાસ નદી માંથી   અધિકૃત રીતે ખનીજ ચોરી થતી હોવાનું માલુમ પડતા
ભૂસ્તર વિભાગે ડમ્પર અને ટાટા મશીન ને ડીસા તાલુકા પોલીસ મથકે લાવી અને દંડની
કાર્યવાહી હાથ ધરેલ.આ ખનિજ ચોરી ડાવસ ગામ ના મુકેશ પટેલ નામના વ્યક્તિ દ્વારા
કરાતી હોવાનું માલુમ પડયું હતુ. ભૂસ્તર વિભાગ એ હાલ ડમ્પર અને ટાટા મશીનને કબજે લઇ
દંડની કાર્યવાહી હાથ ધરી છે .

ખનન માફિયા સામે તંત્રની વોચ

બનાસકાંઠા ભૂસ્તર શાી સુભાષ જોષીએ જણાવ્યું હતું કે,ે સતત  ભુમાફિયાઓની વોચ વચ્ચે પણ ખનીજ ચોરી ઝડપવામાં
ભૂસ્તર વિભાગ સફળ રહ્યું છે.આ સ્થળેથી રેતી ભરેલા જમ્પર સહિતનો મુદ્દામાલ કબજે
લેવાયો છે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!